Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

જૂનાગઢ કોંગ્રેસ દ્વારા નિઃશુલ્ક માસ્કનું વિતરણ

 જૂનાગઢ : કોંગ્રેસ દ્વારા સેવાયજ્ઞમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ, ધારાસભ્ય ભીખાભાઇ જોશી, કોર્પોરેટર મંજુલાબેન પરસાણા, શારદાબેન તેમજ કાર્યકરો મારફત જૂનાગઢ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ૫૦૦૦ થી પણ વધારે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું. કાર્યાલય મંત્રી મનસુખભાઇ ડોબરીયાએ યાદીમાં જણાવ્યું છે.

(11:25 am IST)