Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

કોરોના લોકડાઉનને લીધે ઘરે ઘરે જઇને જસદણ જલારામ મંદિર દ્વારા દરરોજ ચાર હજાર લોકોને ભોજન સેવા

જસદણ તા.૩ : કોરોના નિયંત્રણ માટે લોકડાઉનના પ્રથમ દિવસે અંદાજે પાંચસો વ્યકિત,ઙ્ગ બીજા દિવસે પંદરસો વ્યકિત તેમજ ત્રીજા દિવસે અઢી હજાર લોકો જયારે ચોથા દિવસથી દરરોજ બપોરે ચાર હજાર વ્યકિતઓ અને સાંજે ચાર વ્યકિતઓ મળી રોજના કુલ આઠ હજાર જરૂરિયાતમંદ લોકોને તેમના વિસ્તારમાં તેમના ઘરે જઈને ભોજન પહોંચાડવામાં આવે છે. બપોરે પણ ચાર હજાર વ્યકિત અને રાત્રે પણ ચાર હજાર વ્યકિતને ભોજન પહોંચાડવામાં આવે છે. દરરોજ બપોરે રોટલી, શાક, દાળ-ભાત સહિતની વાનગીઓ તેમજ રાત્રે ખીચડી, કઢી, શાક વગેરે પહોંચાડવામાં આવે છે. જુદા જુદા અગિયાર વાહનો દ્વારા દરરોજ બંને ટાઈમ સોશિયલ ડિસ્ટન્સ સાથે હરિ પરિવારના દરેક સભ્યો માસ્ક પહેરી હાથ સેનિટાઈઝ કરી ચોકસાઈ અને સ્વચ્છતા સાથે ભોજન પહોંચાડવાની વ્યવસ્થાઙ્ગ સાંભળી રહ્યા છે.ઙ્ગ જસદણ શહેરનાઙ્ગ લોહિયા નગર, હુડકો, વડલાવાડી, ગંગાભુવન,ઙ્ગ આટકોટ રોડ,ઙ્ગ ગીતાનગર,ઙ્ગ બાવન ચોક,ઙ્ગઙ્ગ ફકીર વાડો, ચિતલીયા રોડ,ઙ્ગ તરગાળા શેરી,ઙ્ગ દલિત વાસ,ઙ્ગ વિછીયા રોડ,ઙ્ગ વાજસુરપર, જુના માર્કેટિંગ યાર્ડ સામે, નદીકાંઠે,ઙ્ગ તાલુકા પંચાયત પાછળ,ઙ્ગ બાપાસીતારામ ઓટા પાછળ, વિશ્વકર્મા સોસાયટી સહિતનાઙ્ગ અનેકઙ્ગ વિસ્તારોમાંઙ્ગ પછાત અને જરીરીયાતમંદ લોકોનાઙ્ગ ઘરે-ઘરે જઈનેઙ્ગ ભોજન આપવામાં આવે છે. અન્નદાનના આ મહા સેવાયજ્ઞમાં અશોકભાઈ મહેતા (મો.૯૮૨૪૪ ૨૫૨૫૬)ઙ્ગ ભરતભાઈ જનાણી (મો. ૯૮૨૪૪ ૨૫૪૦૦), નરેશભાઈ પોલરા દરેડ (મો.ઙ્ગ ૯૯૦૯૪ ૪૬૦૩૩), પ્રફુલભાઈ પોપટ, કમલેશભાઈ ચોલેરા, સંજયભાઈ પોપટ, ઘનશ્યામભાઈ તન્ના પુજારી, કિરીટભાઈ છાયાણી રાધેશ્યામ, જયુભાઈ બોરીચા વગેરે સેવા આપી રહ્યા છે. જલારામ મંદિર ખાતે ચાલતા આ સેવાયજ્ઞની સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાનાઙ્ગ ચેરમેન ડો. ભરતભાઇ બોઘરા, ડેપ્યુટી કલેકટર પ્રિયંકકુમાર ગલચર, પી.એસ.આઇ નિકુંજ ભાઈ જોષી, કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા, નગરપાલિકા પ્રમુખ જીગ્નેશભાઈ હિરપરા સહિતનાએ મુલાકાત લીધી હતી.ઙ્ગ કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ વગરઙ્ગ આ સેવા યજ્ઞ ચાલી રહ્યો છે. પ્રફુલભાઈ પોપટ, સુરેશભાઈ જોષી, વિજયભાઈ ચૌહાણ, વિજયભાઇ જે. રાઠોડ, દિલીપભાઈ કલ્યાણી, ગીરીશભાઈ શેઠ, શૈલેષભાઈ શિરોડિયા, જયકાન્તભાઈ છાંટબાર, નિલેશભાઈ રાઠોડ, વેલાભાઇ હિરપરા, રાજુભાઈ પોપટ, ચંદુભાઈ સોઢા, હરેશભાઈ પોપટ, નીતિનભાઈ ભાડલીયા, હરેશભાઈ કે. સખીયા, ચંદ્રકાંતભાઈ બાબરીયા, પ્રશાંતભાઈ વડોદરિયા, રાજેશભાઇ કંસારા, જીગ્નેશભાઈ બાબરીયા, ચંદુભાઈ કચ્છી, અનિલભાઈ મકાણી, વિઠ્ઠલભાઈ સખીયા, હરેશભાઈ ધાધલ, જીતેન્દ્રભાઈ બોઘાણી, વલ્લભભાઈ ભવાનભાઈ હિરપરા, પંકજભાઈ એમ. રામાણી, સુરેશભાઈ ભાદાણી, નીતિનભાઈ ચોહાલીયા, ઘનશ્યામભાઈ બી વઘાસિયા, સંદીપભાઈ બી. કોટડીયા, નિકુંજભાઈ રામાણી, બીજલભાઈ ભેંસજલિયા, અક્ષરભાઈ એમ. ચોહલિયા , ગોવિંદભાઇ ગળીયા, વિમલભાઈ ટી.છાયાણીઙ્ગ સહિતના

વિવિધ વિસ્તારોમાં ભોજન પહોંચાડી વિતરણ કરવાની તેમજ જલારામ મંદિર ખાતે વિવિધ પ્રકારની સેવા આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે હરિરામબાપા પ્રેરિત જસદણ જલારામ મંદિર ખાતે છેલ્લા પાંત્રીસ વર્ષથી અન્નક્ષેત્ર ચાલે છે.

(11:24 am IST)