Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

લોધીકા તાલુકામાં સેવાકાર્યોનો ધમધમાટ

ખીરસરા : લોધિકા તાલુકાના ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાંથી ચાલીને મજુરો વતન તરફ જતા હતા તેમને લીંબડીથી રાજકોટ કલેકટરને પરત મોકલતા મામલતદાર લોધિકા દ્વારા મેટોડા સેલ્ટર હોમ ડેકોરા ભવન ખાતે મજૂરોને રાખેલ જેને તેમના કારખાના માલિક દ્વારા સંભાળવામાં આવતા મજૂરોને સેન્ટર હોમ ફરજ પરના કર્મચારીશ્રી પી. ડી. સુવા પી.એ. પરમાર, કે. એમ. ગોહીલ દ્વારા વાહન લઇને રપ થી વધુ મજૂરોને કારખાના ઉપર મોકલવામાં આવેલ છે. ભારતીય હિન્દુ લોકો ઉપવાસ કરીને રામ રામનવમીની ઉજવે છે. પરંતુ દેશ અને રાજયમાં કોરોના વાઇરસની મહામારીને લીધે મંજૂર વર્ગના લોકો ઉપવાસમાં ફળહાર કર્યા વિના ન રહે એટલે સેવાભાવી લોકો દ્વારા શુકીભાજીનું વિતરણ કરવામાં આવેલ છે. રામનવમીના તહેવાર નિમિતે મજૂરોને ફળાહારમાં શુકીભાજીનું ભોજન કરાવાયુ હતું. (તસ્વીર - અહેવાલ : ભીખુપરી ગોસાઇ ખીરસરા)

(11:20 am IST)