Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

જામકંડોરણામાં ખેત મજૂરોને ફૂડ પેકેટ અપાયા

 જામકંડોરણા :  પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી તથા જામકંડોરણાના  પીએસઆઇ સહિતના વહીવટીતંત્રની ટીમે જામનગર જિલ્લાની સરહદ પર આવેલ જામકંડોરણા તાલુકાના કાનાવડાળા, ગુંદાસરી, જામદાદર, ચાવંડી સહિતના ગામોની અને સરપંચોની મુલાકાત લીધી હતી અને સરપંચોને અન્ય તાલુકા કે જિલ્લામાંથી મજૂરો તેમજ અન્ય લોકો ન આવે તેની ખાસ તકેદારી રાખવાની સુચના આપી હતી. આ મુલાકાત દરમિયાન તમામ ચેકપોસ્ટની પણ મુલાકાત લીધી તેમજ તાલકુાના ગુંદાસરી ગામે ભારતીબાપુની મઢીએ ચાલતા અન્નક્ષેત્રની પણ મુલાકાત લીધી હતી. તેમજ જામકંડોરણા તાલુકાના સનાળા, અડવાળ ગામની સીમમાં વાડીમાં રહેતા મધ્યપ્રદેશના પરપ્રાંતીય મજૂરોને ભારતીબાપુની મઢી અને ગુંદાસરીના સરપંચના સહયોગથી ચાલતા અન્નક્ષેત્ર દ્વારા વહીવટીતંત્રની ટીમની ઉપસ્થિતિમાં ફૂડ પેકેટ અપાયા હતા. તેમજ રાશનની કીટનુ પણ વિતરણ કરાયુ હતુ.તે તસ્વીર.

(11:19 am IST)