Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

લલિત વસોયાના ગઢમાં ગાબડા : ધોરાજી તાલુકા પંચાયત પર ભગવો લહેરાયો...

ગ્રામ્ય મતદારો પર ધારાસભ્યની પક્કડ ઢીલી પડી... પાસનું કંઇ ન આવ્યુ : કોંગ્રેસે જિલ્લા પંચાયતની પણ બે બેઠક ગૂમાવી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા.૩ : ધારાસભ્ય  લલિત વસોયાના ગઢમાં  ગાબડુ સર્જાયું છે. પાસનુ અને જ્ઞાતિવાદનું પપુડું ન ચાલ્યું..? ગ્રામ્ય લોકોએ પણ વિકાસને મત આપ્યો છે.

ધોરાજી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો પર ભાજપે પોતાનું વિજય ધ્વજ લહેરાવતા કોંગ્રેસને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ધોરાજી તાલુકા પંચાયત ની ૯ બેઠકો અને જિલ્લા પંચાયતની બન્ને બેઠકો ભાજપે કબજે કરી છે. ધોરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસના ધારાસભ્યનો ભારે દબદબો રહ્યો હતો. ગયા વખતે કોંગ્રેસને ૧૬માંથી ૧૫ સીટો પર વિજય થયો હતો અને ભાજપને માત્ર એક બેઠક મળી હતી

પરંતુ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પરિણામોએ સ્પષ્ટ બતાવી દીધું છે કે હવે ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસ અને ધારાસભ્ય લલિત વસોયાની પકડ રહી નથી.  પાસના નામે ચૂંટાયેલા વસોયાની પકડ ઓસરાઇ ગઇ છે

ગત સમયે ચૂંટણીમાં જિલ્લા પંચાયતની બંને બેઠકો કોંગ્રેસ પાસે હતી અને ધોરાજી તાલુકા ની તાલુકા પંચાયતની કુલ ૧૬ બેઠકોમાંથી ૧૫ બેઠકો કોંગ્રેસ પાસે અને માત્ર એક જ બેઠક ભાજપ પાસે હતી.

 કોંગ્રેસના વળતા પાણી ધોરાજી ગ્રામ્ય વિસ્તારમાં દેખાઈ ગયા હતા ગ્રામ્ય મતદારોએ ભાંગતી જતી કોંગ્રેસની નાવમા બેસવાને બદલે  વિકાસ સાથે ભાજપ સાથે રહી અને ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય અપાવ્યો હતો.

 ધોરાજી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પરિણામા નીચે મુજબ છે.

 ધોરાજી તાલુકા પંચાયત માં ભાજપની નવ  જીતેલી બેઠકો.....

(૧) ભાદાજાળીયા : નીતાબેન રસિકભાઈ ચાવડા.. (પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત) (૨) ભાડેર : સવિતાબેન રાણાભાઇ ધાગીયા (૩) છાડવાવદર : રામભાઈ ખોડાભાઈ હેરભા (૪) કલાણા : અશ્વિનભાઈ છગનભાઈ  શેરઠીયા (૫) મોટીમારડ ૧: રવિ કુમાર ઇશ્વરભાઇ વડાલીયા (૬) મોટીમારડ ૨ : ભાવેશભાઈ ઝીણાભાઈ હુંબલ (૭) નાની પરબડી : સુરેશભાઈ ગાંડુંભાઈ ગજેરા (૮) સુપેડી ૨ : ખામીબેન દેવાભાઈ કટારા (૯) વેગડી : આશાબેન ભરતભાઈ મેર

કોંગ્રેસની ૭ જીતેલી બેઠકો.....

(૧) સુપેડી-૧ : હેતલબેન અલ્પેશભાઈ ગોવાણી (૨) મોટી વાવડી : અનિલકુમાર રણછોડભાઈ કોરડીયા. (માત્ર બે મતે વિજેતા) (૩) જમનાવડ : સરોજબેન અરવિંદભાઈ મુછડીયા (૪) તોરણીયા :  મનિષાબેન ભાવેશભાઈ બાબરીયા (૫) ઝાંઝમેર : અગાઉ(બિન હરીફ ) થયેલ (૬) પાટણવાવ : રાણાભાઇ લાખાભાઈ રાણવા (૭) વાડોદર : મનિષાબેન ચિરાગભાઈ ઠેશિયા

 રાજકોટ જિલ્લા પંચાયતની ધોરાજી વિસ્તારની બે બેઠકો સુપેડી અને મોટી મારડ પર ભાજપનો વિજય....

(૧) સુપેડી  : ભાનુબેન ભીખાભાઈ બાબરીયા ભાજપ (૨) મોટીમારડઃ કવિરલભાઈ  પ્રફુલભાઈ પનારા ભાજપ

અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં આગામી સમયમાં ભાજપનું શાસન રહેશે જ્યારે ધોરાજી તાલુકાના મોટી વાવડી ગામની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર માત્ર બે મતે ચૂંટાયા હતા.

 

ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ વોરા એ જણાવેલ કે કુલ ૧૬ બેઠકોમાંથી સાત બેઠકો કોંગ્રેસને મળી છે અને નવ બેઠકોમાં અમારી હાર થઈ છે જેલોક ચુકાદો અમે માથા પર ચડાવીએ છીએ. અમો ગરીબ, માધ્યમ વર્ગ અને ખેડૂતોના પ્રશ્ને હંમેશા કાર્યરત રહીશું તેમ જણાવ્યું હતું

 જ્યારે ભાજપમાંથી ચૂંટણી પ્રભારી જયસુખભાઇ ઠેસિયા તાલુકા ભાજપના પ્રમુખ  રમેશભાઈ મકાતી મહામંત્રી  રાજુભાઈ ડાંગર  મહામંત્રી  કનકસિંહ જાડેજા  એ જણાવેલ કે ગ્રામ્ય વિસ્તારના મતદારો વિકાસ સાથે ચાલ્યા છે ભારતીય જનતા પાર્ટી અને સરકાર પર વિશ્વાસ દાખવી તાલુકા પંચાયતની અને જિલ્લા પંચાયતની બેઠકો પર ભાજપને ભવ્ય વિજય અપાવ્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં આવશ્યક કામો અને વિકાસલક્ષી કર્યો આગળ ધપાવવામાં આવશે.

તેમજ કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા નો પાસ તેમજ જ્ઞાતિપર જ્ઞાતિવાદ જેને ચલાવ્યો હતો તે નથી ચાલ્યો માત્રને માત્ર વિકાસને મત મળ્યા છે અમે વિજયભાઈ રૂપાણી નો વિકાસ કાર્યને આગળ ધપાવવા લોકોએ મત આપ્યા છે તેથી મતદારોનો આભાર માનીએ છીએ

નવી ભગવતસિંહજી હાઈસ્કુલ ખાતે મતગણતરી સમયે જેતપુરના ડેપ્યુટી એસપી સાગર બાગમાંરના માર્ગદર્શન હેઠળ  પોલીસ ઈન્સપેકટર હુકુમતસિંહ જાડેજા મહિલા પી.એસ.આઇ નયનાબેન કદાવલા પીએસઆઇ શૈલેષ વસાવા પાટણવાવ ના પી.એસ.આઈ વાઈ બી રાણા જામકંડોરણાના પી.એસ.આઇ ગોહિલ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ. રવજીભાઈ વિગેરે સ્ટાફ એ બંદોબસ્ત ગોઠવ્યો હતો.

(1:59 pm IST)