Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

મોરબી જિલ્લા પંચાયતમાં પતિના સ્થાને ચૂંટાતા જયોતિબા જાડેજા

રાજકોટ સ્થિત હરદેવસિંહ જાડેજાની શકિત સાબિત

રાજકોટ,તા. ૩: મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના રાજાવડલાની જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે શ્રીમતી જયોતિબા હરદેવસિંહ જાડેજા ૧૩૦૦ મતે ભાજપને હરાવીને વિજેતા થયા છે.

આ બેઠક પર ગયા વખતે તેમના પતિ હરદેવસિંહ જાડેજા ચૂંટાયા હતા. આ વખતે બેઠક સામાન્ય સ્ત્રી અનામત થઇ જતા હરદેવસિંહના બદલે કોંગ્રેસે તેમના જીવનસંગીની જયોતિબાને ટીકીટ આપેલ. ભાજપની પ્રચંડ તાકાત સામે જાડેજા દંપતીએ જીત મેળવી પોતાની લોકપ્રિયતા સાબિત કરી છે. હરદેવસિંહ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય પણ છે. (મો. ૯૮૨૫૪ ૯૨૫૦૯) રાજકોટ.

(1:57 pm IST)