Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

પોરબંદરના કુછડીમાં તીનપત્તી જુગાર રમતા ૮ મહિલાઓ ૭ હજારની રોકડ સાથે ઝડપાઇ

પોરબંદર તા. ૩ : કુછડીમાં જાહેરમાં જુગાર રમતા ૮ મહિલાઓને રૂ. ૭૦૧૦ની રોકડ સાથે પોલીસે પકડી પાડેલ છે.

કુછડીમાં જુગાર રમતા મહિલાઓ લીરીબેન લીલાભાઇ, કારીબેન કારાભાઇ, મોંઘીબેન છગનભાઇ, મંજુબેન, લાખીબેન, ગીતાબેન કેશુભાઇ, રાંભીબેન અને મોતીબેન મકતભાઇને પોલીસે ૭૦૧૦ની રોકડ સાથે પકડીને તેમની સામે હેડ કોન્સ્ટેબલ કેશુભાઇ રાજાભાઇ ગોરાણિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

(1:57 pm IST)