Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ટંકારા તાલુકા પંચાયતમાં ૧૬માંથી ૯ બેઠક ભાજપના ફાળે

ગત વખતે કોંગ્રેસની સતા હતી : ભાજપમાંથી ટિકીટ નહીં મળતા અપક્ષ ઉભા રહેલા મોરબી જીલ્લાના એકમાત્ર રઘુવંશી ચાર્મીબેન વિજેતા

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા,તા.૩ :  ભાજપે સાવડીની સીટ બિનહરીફ વિજય મેળવી જીતના શ્રી ગણેશ કરેલ. પ્રથમ  તાલુકા પંચાયતની  ઘુનડા સીટ ઉપર ભાજપે વિજય મેળવેલ. ભાજપે ૧ ઘુનડા, ૮ નાના ખીજડીયા, ૪ જબલપુર, ૧૬ વિરવાવ, ૭ મીતાણા, ૩ હરબટીયાળી, ૧૦  નેકનામ ૧૫ ટંકારા ૩ સીટ ઉપર વિજય મેળવેલ છે.

કોંગ્રેસે ૨ હડમતીયા, ૫ લજાઇ-૧,            ૬ લજાઈ -૨ , ૯ નસિતપર ,૧૧  ઓટાળા ૧૪  ટંકારા -૨ સીટ ઉપર  વિજય મેળવેલ છે. અપક્ષ ઉમેદવાર ચાર્મી બેન ભાવિનભાઈ સેજપાલે ટંકારા ૧ સીટ ઉપર વિજય મેળવેલ છે .૧૩ ટંકારા -૧ સીટ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે.

ગત તાલુકા પંચાયત કોંગ્રેસની હતી ગત તાલુકા પંચાયતમાં ૧૬ સીટમાં વિજય મેળવેલ.  તેમાં આ વખતે ભાજપે ૯ સીટ મેળવી છે. નવી તાલુકા પંચાયત ભાજપની રચાશે. ટંકારા તાલુકા માં ભાજપનો કેસરિયો લહેરાયો છે.

ટંકારા તાલુકા પંચાયતની કુલ ૧૬ સીટ છે. તેમાં ૧૦ સાવડી સીટ માં ભાજપ બિનહરિફ વિજેતા થયેલ. ૧૫ સીટો પર મતદાન થયેલ. ટંકારા તાલુકા પંચાયતની ફુલ ૧૬ સીટમાંથી  ભાજપ ને ૯ સીટ કોંગ્રેસના ફાળે ૬ સીટ તથા   અપક્ષ ઉમેદવારને ૧સીટ મળેલ છે.

ટંકારા તાલુકા પંચાયતની કુલ ૧૬ સીટ છે. તેમાં ૧૦ સાવડી સીટમાં ભાજપ બિનહરિફ વિજેતા થયેલ. ૧૫ સીટો પર મતદાન થયેલ. ટંકારા તાલુકા પંચાયતની ફુલ ૧૬ સીટમાંથી  ભાજપ ને ૯ સીટ કોંગ્રેસના ફાળે ૬ સીટ તથા   અપક્ષ ઉમેદવારને ૧સીટ મળેલ છે.

ટંકારા તાલુકા પંચાયત સીટ નાવિજેતા ઉમેદવારો (૧) ઘુંનડા - નિમુબેન ડાયાલાલ ડાંગર- ભાજપ (૨) હડમતીયા- મનિષાબેન રાજેશભાઈ કોરડીયા (૩) હરબટીયાળી -છાયાબેન ઉર્ફે ઉર્મિલાબેન અરવિંદભાઈ માંડવીયા- ભાજપ ( ૪ ) જબલપુર- મણિલાલ ડાયાભાઈ કૂંડાળીયા- ભાજપ (૫ ) લજાઈ-૧  લાભુબેન  જયંતીલાલ.    સારેસા -કોંગ્રેસ (૬) લજાઈ-૨  પંકજકુમાર દયારામભાઈ મસોત- કોંગ્રેસ (૭) મીતાણા- અરવિંદભાઈ મોહનભાઈ દુબરીયા -ભાજપ (૮) નાના ખીજડીયા- રમીલાબેન લાલજીભાઈ દેત્રોજા - ભાજપ (૯)નસિતપર -વિપુલ હરગોવિંદભાઈ કૂંડાળીયા -કોંગ્રેસ (૧૦) નેકનામ - અલ્પેશ ચુનીલાલ દલસાણીયા -ભાજપ (૧૧) ઓટાળા -કિરણબેન નરેન્દ્ર ભાઈ દેત્રોજા- કોંગ્રેસ (૧૨ ) સાવડી- પુષ્પાબેન  -ભુલાલ કામરીયા -ભાજપ (બિન હરીફ વિજેતા) (૧૩) ટંકારા-૨ ચાર્મીબેન ભાવિનભાઈ    સેજપાલ- અપક્ષ (૧૪) ટંકારા- ૨ ચેતનકુમાર રમણીકભાઈ ત્રિવેદી - કોંગ્રેસ (૧૫) ટંકારા-૩  સલીમભાઈ હાસમભાઇ  અબરાણી -ભાજપ (૧૬) વિરવાવ -ગીતાબેન શકિતવનભાઈ ભોરણીયા- ભાજપ છે.

ટંકારા તાલુકા પંચાયતની  ટંકારા -૧ સીટ  ઉપર અપક્ષ ઉમેદવાર  ચાર્મી બેન ભાવિનભાઈ સેજપાલનો ૨૮૬ મતે ઝળહળતો વિજય થયેલ છે .ભાવિનભાઈ  સેજપાલ ભાજપના કાર્યકર વીશેક વર્ષથી હતા. યુવા ભાજપના અગ્રણી હતા. તેમણે ભાજપમાંથી ટિકિટની માંગણી કરેલ પરંતુ ફાળવાયેલ નહીં  તેથી તેમણે પોતાની પત્ની ચાર્મી બેનની ઉમેદવારી અપક્ષ તરીકે નોંધાવેલ. આ ચૂંટણીમાં ભાવિનભાઈ  સેજપાલ ને લોહાણા સમાજ, વેપારી સમાજ તથા અન્ય તમામ જ્ઞાતિઓનો જોરદાર ટેકો મળેલ. યુવાનો સ્વયંભૂ પ્રચારમાં, ચૂંટણી કામગીરીમાં લાગી ગયા હતા.

આજે પરિણામ બહાર પડતા સરોજબેન જીતુભાઈ ખોખાણી ભાજપ ૫૭૪ મત , ભાલોડીયા નિમિશા અલ્પેશભાઈ કોંગ્રેસ  ૫૪૦ મત, સુમિતાબેન શૈલેષભાઈ ધોરિયાની  આપ ૩૮ મત દંતેસરિયા  ભાવનાબેન નવઘણભાઈ બસપા ૨૩૬ મત તથા ચાર્મી બેન ભાવિનભાઈ સેજપાલને ૮૬૦ મત મળેલ છે .ચાર્મી બેનનો મોરબી જીલ્લામાં એકમાત્ર રઘુવંશી તરીકે ૨૮૬ મતે જલવંત વિજય થયેલ છે.  વિજેતા ચાર્મી બેન સેજપાલ તથા ટંકારા સીટ નંબર ૨ ના ચેતનભાઇ ત્રીવેદી કોંગ્રેસના વિજેતા ઉમેદવાર માજી સરપંચ કાનાભાઈ ત્રિવેદી મહિલા સરપંચ નિશાબેન ત્રિવેદી, સરપંચ દંપતી પણ વિજય સરઘસમાં જોડાયેલ.

(1:56 pm IST)
  • રાજકોટમાં ૩૫ ડીગ્રી : રાજકોટ શહેરમાં ગરમીમાં દિનપ્રતિદીન વધારો થઈ રહયો છે : સાંજ સુધીમાં મહતમ તાપમાનમાં હજુ એકાદ ડીગ્રીનો વધારો સંભવ છે access_time 3:44 pm IST

  • રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લીધો : દિલ્હી સ્થિત રીસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં કોરોના વેકસીન લીધી : લોકોને ગભરાયા વગર વેકસીન લેવા અપીલ કરી : રાષ્ટ્રપતિ કોવિંદે દેશમાં સૌથી મોટુ ટીકાકરણ અભિયાનને સફળતાપૂર્વક પાર પાડવા બદલ ડોકટરો, નર્સો, સ્વાસ્થ્ય કર્મીઓ, પ્રશાસકો વગેરેનો આભાર વ્યકત કર્યો : કપિલ દેવે પણ કોરોના વેકસીન લીધી : કોરોના વેકસીનના બીજા તબક્કામાં પૂર્વ ક્રિકેટર અને ૧૯૮૩ના ક્રિકેટ વર્લ્ડકપ વિજેતાએ ખાનગી હોસ્પિટલ ફોર્ટીસ ખાતે આજે વેકસીન લીધી હતી access_time 5:08 pm IST

  • યુરોપિયન યુનિયન દ્વારા હવે ડિજિટલ વેક્સિન પાસપોર્ટ આવશે: યુરોપીયન દેશોમાં મુસાફરી કરનારાઓ માટે યુરોપીય યુનિયન "ડિજિટલ વેકસીન પાસપોર્ટ" માટે પ્લાન કરી રહ્યાનુ ન્યુઝ ફર્સ્ટ જણાવે છે access_time 10:30 pm IST