Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

કાલથી આકરો તાપ- ગરમીમાં ક્રમશઃ વધારોઃ અમુક જગ્યાએ પારો ૪૦ ડીગ્રીએ પણ પહોંચી જાય

તા.૪ થી ૭ માર્ચ સુધી તાપમાન ઉચકાશેઃ ઉત્તર- પશ્ચિમી કે પશ્ચિમી પવન ફૂંકાશે, સવારે ઝાકળવર્ષા

રાજકોટ,તા.૩: સત્તાવાર રીતે ઉનાળાનું આગમન થઈ ગયું છે. ગરમીના દિવસો શરૂ થયા છે. શરૂઆતી દિવસોમાં જ આકરા તાપ સાથે ગરમી સહન કરવી પડશે. આવતીકાલથી ક્રમશઃ વધારો થતો જશે. તો સપ્તાહના અંતમાં તો ગરમીનો પારો અમુક સેન્ટરોમાં ૪૦ ડીગ્રી આસપાસ પહોંચી જાય તેમ વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યું છે.

દરીમયાન વિશ્વના અલગ અલગ દેશોના કલાઈમેટ વેધર મોડલના આધારે મે-૨૦૨૧ સુધી લા નિના સ્થિતિ યથાવત રહી શકે છે. જે આગળ જતા s.s.t.  મુલ્ય ક્રમશઃ વધુત જશે વિધિવત લા નિનાની સાંકળ તુટી જશે. એન્શો ન્યુટ્રલ તરફ (જુલાઈ સુધી લા નિના તરફી મુલ્ય રહેશે.) દેશ લેવલે મોન્સુન ૨૦૨૧નોર્મલ રહે એ માટેનું એક પરીબળ સારુ કહેવાય.

હાલ i.o.d. ન્યુયલ છે અને રહેશે આગામી મે મહિના થી જુલાઈ માસ દરમ્યાન i.o.d.  ન્યુટ્રલ જ રહેશે. પરંતુ   s.s.t. માઈનસ તરફ જુકાવ વધતો જશે. એટલે કે નેગેટીવ i.o.d. તરફ મોઢુ ફેરવશે. દેશ લેવલે મોન્સુન ૨૦૨૧માં નોર્મલથી ઓછો વરસાદ થાય એ માટેનું એક નબળુ કે અનુકુળ પરિબળ કહેવાય જે કઈ ફેરફાર થાય તે અંગેની વિગત નવી અપડેટમાં આપતા રહીશું.

જયારે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં તા.૪ થી તા.૮ દરમ્યાન પવનોનો દિશા અવિરત ઉત્તર પશ્ચિમી જોવા મળશે. તેમજ સવારના ભેજના પ્રમાણ પણ વધારો ઘટાડો જોવા મળશે. એટલે સવારે ભેજ યુકત ઝાકળ ભર્યા પવનો જોવા મળશે. અમુક અમુક વિસ્તારોમાં ઝાકળ વર્ષા પણ જોવા મળશે. હવે ક્રમશઃ તાપમાન પણ વધશે. રાજયના વિસ્તારોમાં તા.૪ થી તા.૭ સુધીમાં તાપમાન પણ ઉંચકાશે. રાજયના અલગ અલગ વિસ્તારમાં ૩૬ ડીગ્રી થી ૪૦ ડીગ્રી આસપાસ તાપમાન જોવા મળી શકે છે. ત્યારે બાદ આંશિક ઘટાડો જોવા મળશે.

(1:54 pm IST)