Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

મોરબીના સો ઓરડી વિસ્તારમાં પરણીતાનો આપઘાત

મોરબી,તા.૪ : મોરબીના સો ઓરડી વિસ્તારની રહેવાસી તરુલતાબેન હમીરભાઈ ચાવડા (ઉ.વ.૨૩) નામની પરિણીતા પોતાના ઘરે કોઈ કારણોસર પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે મૃતક પરિણીતાનો લગ્નગાળો બે વર્ષનો હોવાનું અને તેને કોઈ સંતાનના હોવાનું જાણવા મળ્યું છે બી ડીવીઝન પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે

સામાંકાઠે જાહેરમાં ઝઘડો

બી ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા દેવશીભાઈ મોરીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી ગીરીશ રતિલાલ કોરટીયા રહે અમૃતપાક ગોપાલ સોસાયટી, બ્રિજેશભાઈ ઘનશ્યામભાઇ મોરડિયા રહે અમૃતપાક ગોપાલ સોસાયટી અને મહેન્દ્રભાઈ વલ્લભભાઈ ફળદુ રહે વૃંદાવનપાર્ક મોરબી ૨ વાળા જાહેર જનતાને ખલેલ પહોંચે તે રીતે એકબીજા સાથે છુટા હાથની મારામારી કરતા હોવાની ફરિયાદ નોંધાવી છે બી ડીવીઝન પોલીસે ત્રણેય આરોપીની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ચોરી મામલે પોલીસ ફરીયાદ નોંધાઇ

ટંકારાની લતીપર ચોકડીએ રવિવારે રાત્રીના તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો જે ચોરીની ઘટનાને પગલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

 ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા શૈલેશભાઈ જાદવજીભાઈ ભાલોડીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તા. ૨૮-૦૨ના રાત્રીના સમયે અજાણ્યા ઈસમો લતીપર રોડ પર આવેલ પટેલ ચેમ્બર્સમાં આવેલ તેની અમૃતા હોસ્પિટલ અને ચેમ્બરની અન્ય દુકાનમાં તાળા તોડી પ્રવેશ કર્યો હતો જેમાં હોસ્પિટલમાંથી રોકડ રકમ રૂ ૪૦,૦૦૦ તેમજ ડીઝીટલ કાંડા ઘડિયાળ કીમત રૂ ૧૦ હજાર મળી ૫૦ હજારની મત્તા ચોરી ગયા છે ઉપરાંત અન્ય દુકાનમાંથી રૂ ૩૮ હજારની મળીને કુલ ૮૮ હજારની મત્તા ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

બાવન ગજનીધજાનો પ્રસંગ

  મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિતે તા ૧૧ને ગુરુવારના રોજ રફાળેશ્વર મહાદેવ મંદિરે બાવન ગજની ધજા ચડાવવામાં આવશે

  રફાળેશ્વરના આગેવાન ખોડાભાઈ જગાભાઇ પાસીયા અને સમસ્ત પાસીયા પરિવાર દ્વારા મહાશિવરાત્રીના પાવન પર્વે મહાદેવને બાવન ગજની ધ્વજા ચડાવવામાં આવશે જે ભવ્ય શોભાયાત્રા સવારે ૭ કલાકે નિવાસસ્થાનેથી નીકળશે શોભાયાત્રામાં ધર્મપ્રેમી જનતાએ જોડાવવા પાસીયા પરિવારે જાહેર આમંત્રણ પાઠવ્યું છે તેમજ સાઘુ સંતો માટે મહાપ્રસાદનું આયોજન કરેલ છે.

(1:52 pm IST)