Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

બાબરામાં નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો

તાલુકા પંચાયતમાં ૧૮ માંથી ૧૦ બેઠક જિલ્લા પંચાયતની ત્રણ બેઠક માંથી બે બેઠક અને નગરપાલિકામાં ૧૮ બેઠક કબજે કરી મોટા મોટા દિગ્‍ગજો પણ હાર્યા

(દિપક કનૈયા) બાબરા,તા.૩ :  બાબરામાં સ્‍થાનિક સ્‍વરાજ્‍ય ની ચૂંટણીઓમાં ભાજપનો ભવ્‍ય ભગવો લહેરાયો હતો અહીં તાલુકાપંચાયત નગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં ભવ્‍ય વિજય પ્રાપ્ત કરતા  તાલુકા અને શહેર ભાજપના અગ્રણીઓ દ્વારા અહીં નાગરિક બેન્‍ક ચોકમાં આતશબાજી કરી વિજયસરઘસ કાઢી વિજયના વધામણાં કર્યા હતા

  અહીં માજી ધારાસભ્‍ય બાવકુભાઇ ઉધાડ, જિલ્લા ભાજપ મહામંત્રી ભુપેન્‍દ્રભાઈ બસિયા, શહેર  ભાજપના વરિષ્‍ટ આગેવાન બીપીનભાઇ રાદડિયા , શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ ખોખરીયા, મહામંત્રી વસંતભાઈ તેરૈયા,જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ લલિતભાઈ આંબલિયા, અલ્‍તાફભાઇ નથવાણી, શહેર યુવા ભાજપના પ્રમુખ અંકુરભાઈ જસાણી, મહામંત્રી જગદીશભાઈ વાવડીયા. મયુરભાઈ રાવળ શહેર ભાજપ ઉપપ્રમુખ દિપક કનૈયા બાબરા કોષાધ્‍યક્ષ રશીકભાઇ ગોઝારીયા,સહિતના ભાજપના વિજેતા ઉમેદવાર અને અગ્રણીઓ અને મોટી સંખ્‍યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા અહીં બાબરા શહેરમાં ભાજપનું ભવ્‍ય વિજય સરઘસ નીકળ્‍યું હતું

  બાબરા નગરપાલિકાની કુલ ૨૪ બેઠકમાં થી ભાજપ ને ૧૮ બેઠકો મળી હતી અને ૬ બેઠકો કોંગ્રેસ પાસે રહી હતી અહીં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીન્નતબેન અગવાન વોર્ડ નંબર ૪માં માત્ર ચાર મતે પરાજય થયા હતા તેમજ વોર્ડ નંબર ત્રણમાં પાલિકાના પૂર્વ પ્રમુખ ખીમજીભાઇ મારૂ સહિત આખી પેનલનો પરાજય થયો હતો જ્‍યારે વોર્ડ નંબર ૨માં નગરપાલિકાના પ્રમુખ વનરાજભાઈ વાળા સહિત કોંગ્રેસની પેનલ વિજેતા બની હતી

 તો બીજી તરફ તાલુકા પંચાયતમાં કુલ ૧૮ બેઠકોમાંથી ૧૦ બેઠક મેળવી હતી જયારે કોંગ્રેસને સાત બેઠક મળી અને એક બેઠક અપક્ષના ફાળે ગઈ હતી

જ્‍યારે જિલ્લા પંચાયતની ત્રણ બેઠકમાં મોટા દેવળીયા બેઠકમાં તાલુકા કોંગ્રેસના પ્રમુખ જશમતભાઈ ચોવટિયાની માત્ર ૨૨ મતોથી પરાજય થયો હતો જયારે જિલ્લા પંચાયતની કરીયાણા તાલુકા ભાજપ પ્રમુખ નીતિનભાઈ રાઠોડના ધર્મપત્‍ની જ્‍યોત્‍સનાબેન રાઠોડ ની  સૌથી વધુ ૩૧૦૦ મતો થી વિજેતા થયા હતા

જ્‍યારે જિલ્લા પંચાયતની કોટડાપીઠા બેઠક પર તાલુકા ભાજપ મહામંત્રી મહેશભાઈ ભાયાણીનો ૪૦૦ મત થી પરાજય થયો હતો

  આમ સ્‍થાનિક સ્‍વરાજ્‍ય ની ચૂંટણીઓમાં ભાજપ ને પ્રચંડ વિજય મળતા આગેવાનોએ વિજયના વધામણાં કર્યા હતા

(1:51 pm IST)