Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

દેવભૂમિ જિલ્લા પંચાયતમાં પ્રથમ વખત ભાજપો ભગવો લહેરાશે : રરમાંથી ૧ર સાથે બહુમતિ

ખંભાળીયા, તા. ૩ :  દેવભૂમિ દ્વારકા જિલ્લા-ર૦૧૩માં બન્યાં તે પછી ચૂંટણીઓ ગત ટર્મમમાં યોજાયેલ જેમાં ભાજપને ૯, ર-અપક્ષ અને ૧૧-કોંગ્રેસને મળી હતી  તથા ભાજપે અપક્ષોનો ટેકો લેવા છતાં ચીઠ્ઠીમાં કોંગ્રેસ વિજેતા થઇ હતી તે પછી પણ અઢી વર્ષમાં કોંગ્રેસ ભાજપના ઉમેદવારને ખેડવી સતા મેળવી હતી. જે પછી પ્રથમ વખત ભાજપે રરમાંથી ૧ર બેઠકો સાથે સતા કબ્જે કરી છે.

ખટડીયા જિ. પં.ની બેઠક તો ભાજપે અગાઉની કબજે બિનહરીફ રીતે કરી હતી જે પછી વધુ ૧૧ બેઠકો મેળવી છે જેમાં ભાડથરમાં રેખાબેન પ્રતાપભાઇ પિંડારીયા, ભોગાતમાં નથુબેન વિજયભાઇ ચાવડા, ચારબારામાં રિધ્ધિબા શકિતસિંહ જાડેજા, ધરમપુરમાં સંજય હરિભાઇ નકુમ, લાંબામાં રણમલભાઇ લખુભાઇ માડમ, નંદાણામાં લાભુબેન જગાભાઇ ચાવડા, સણખાણમાં રાજીબેન વીરાભાઇ મોટી, શકિતનગરમાં જીતેન્દ્ર મેઘજીભાઇ કણઝારિયા, વટવાળામાં જેઠાભાઇ કરસનભાઇ હાથિયા તથા વડત્રામાં અનિલ ભરતભાઇ ચાવડા વિજેતા થયા હતા જયારે મીઠાપુરમાં ગીતાબા વનરાજભા માણેક વિજેતા થયા હતા. ઙ્ગ

ગત વખતે કોંગ્રેસને ૧૧ સીટ બાવીસમાંથી મળી હતી જયારે આ વખતે માત્ર ૧૧ જ મળી છે બજાણામાં વેનુબેન એભાભાઇ કરપુર, ભાટીયામાં અરવિંદ આંબલીયા, ધતુરીયામાં વિક્રમભાઇ કંડોરીયા, ઢેબરમાં મનીષાબેન મારૂ હર્ષદપુરમાં રમાબેન સામત ગોરીયા, કલ્યાણપુરમાં રંભીબેન અરજણ કણાઝારિયા, મોટા કાલાવડમાં કરસન, દેવા કરમુટ, રાણમાં લખમણ બોધાનકુમ, વાડીનારમાં ગુલમામદ મુસા ખીરા તથા વેગડમાં  દામજીભાઇ શિહોરા વિજેતા થયા હતા.

કોંગ્રેસના ધારાસભ્યના

પુત્ર  હાર્યા

વડલા સીટ પર ભાજપે છેલ્લી ઘડીએ અહીંથી ભાજપના કાર્યકર ભરતભાઇ ચાવડાના પુત્ર અનીલભાઇ ને ઉતારતા કોંગ્રેસના અહીં વિક્રમભાઇ માડમ ધારાસભ્યના પુત્ર લડતા હોય જયારે મનાતી આ સીટ પર નવા નિશાળીયા અનીલ ભરતભાઇ ચાવડાએ ભાજપની સીટ પર જીત વિજય પ્રાપ્ત કર્યો છે તો પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ કણઝારીયાના પુત્ર જીતેન્દ્ર કણઝારિયા રાજયમાં સૌથી વધુ લીડ ૭૯૯૮ મતોની મેળવી વિક્રમ સર્જયો છે.

(1:48 pm IST)