Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

જેતપુરઃ જીલ્લા પંચાયતમાં ચોથી વખત ચુંટાયેલ પી.જી.કયાડા ઉપર પંચાયત પ્રમુખનો કળસ ઢોળાય તેવી સમર્થકોની લાગણી

પક્ષના કાર્યકર્તાથી પ્રદેશ કારોબારી સુધીની જવાબદારી નીભાવનાર કયાડાની કામગીરીની પી.એમ.નરેન્‍દ્રભાઇ મોદીએ પણ નોંધ લીધેલ હતી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૩: જીલ્લા પંચાયતમાં થાણાગાલોળની બેઠક પરથી ચુંટણી લડી જંગી બહુમતીથી વિજેતા થનાર ભાજપના ઉમેદવાર પી.જી.કયડાની પસંદગી કરવામાં આવેલ ત્‍યારથીજ તેનો વિજય નીヘીત હોય તેમ કાર્યકર્તાઓ મંત્રી જયેશભાઇ રાદડીયાની આગેવાની હેઠળ કાર્ય કરવા લાગી ગયેલ પી.જી.કડાયાની વિવાદીત અને લોકો વચ્‍ચે રહી તમામના કામો કરતા હોય તેની લોક ચાહના વધુ રહી છ.ે તેઓ આ વખતે ૪ થી વખત ચુંટાતા તેઓને જીલ્લા પંચાયત પ્રમુખનો તાજ પહેરાવવામાં આવે તેવી કાર્યકતાઓની લાગણી પ્રવૃતિ રહી છ.ે

પી.જી.કયાડાએ ૩પ વર્ષ પહેલા જનસંઘના કાર્યકર્તા તરીકે સફર રજુઆત કરેલ સરપંચ પંચાયતના સદસ્‍ય, ઉપપ્રમુખ તરીકેની તેની કાર્યશૈલીને પી.એમ. નરેન્‍દ્રભાઇ મોદીએ પણ હતી પ્રદેશ ભાજપ કારોબારીમાં  પણ સેવા બજાવેલ ૩પ વર્ષથી પાર્ટી પ્રત્‍યેની નીષ્‍ઠા અને પ્રામાણીક સેવાઓની નોંધ લઇ તેમને આ વખતે જીલ્લા પંચાયત પ્રમુખ તરીકેની જવાબદારી સોપવામાં આવે તો નવાઇ ન કહેવાય.

(1:48 pm IST)