Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ખંભાળિયા તાલુકા પંચાયત પર ભાજપે શાસનઃ રાખ્યુઃ ર૪માંથી ૧૩ સીટો મળી

ખંભાળિયા તા.૩ : તાલુકા પંચાયતમાં લાંબા સમયથી ભાજપનું શાસન હતુ જે આ વખતે પાતળી બહુમતીથી ભાજપે જાળવી રાખ્યુ છે.

ભાજપમાંથી મંજુબેન અરજણ કંડોરીયા, ભાવસીંગ ગુલાબસંગ જાડેજા, વિરેન્દ્રસિંહ ઉમેદસિંહ જાડેજા, ગંગાબેન યોગેશભાઇ નીનમા, રામદેભા પતાભાઇ કરમૂર, રસિક લાલજી નકુમ, કિશોરભાઇ પ્રેમજીભાઇ મંડવિયા,  દોલુભા હમીરજી જાડેજા, રેખાબેન વિજયભાઇ નંદાણીયા, ક્રિષ્ના હેમતભાઇ કણઝારીયા, ભાનુબેન  દેવજીભાઇ કછરીયા, કારુ હરદાસ બંધીયા, સંગીતાબા ઘનશ્યામસિંહ જાડેજા જીત્યા છે.

જયારે કોંગ્રેસમાંથી રાધાબેન સામત ગોઝીયા, ગોરીબેન પુજાભાઇ ગઢવી, યાસીન દાઉદ ચમડીયા, યોગેશભાઇ નંદાણીયા, મીરાબેન ધનાભાઇ  મસુરા, રંભાબેન પરબત હડીયત, લખમણ હરદાસ ચાવડા, રજની અજયકુમાર તથા આપમાંથી વિપુલ અરજણ ઘાવડા ચુંટાયા છે. કોમલબેન ભીખાભાઇ કારીયા, અપક્ષમાં ચુંટાયા છે. ર૪માંથી ૧૩ ભાજપ ૧ અપક્ષ ૧ આપ પાર્ટી તથા નવ કોંગ્રેસના ચુંટાયા છે.

(1:39 pm IST)