Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ટિકર તાલુકા પંચાયતના શ્રીમતિ વર્ષાબેન નંદલાલ મકવાણાનો સોૈથી મોટી ૯૩૧ મતની લીડની વિજયઃ ભવ્ય સ્વાગત કરાયું

મુળી તાલુકાની ૧૫-ટિકર તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર શ્રીમતિ વર્ષાબેન નંદલાલ મકવાણાનો ભવ્ય વિજય થતાં ભવ્ય સ્વાગત કરાયું હતું. શ્રીમતિ વર્ષાબેન માજી સરપંચશ્રી દલાભાઇ મોહનભાઇ મકવાણાના પુત્રવધુ થતાં હોઇ દલાભાઇનું અને તેમના દિયર રાજકોટ કુવાડવા રોડ પોલીસ મથકના ડી. સ્ટાફના હેડકોન્સ. અરવિંદભાઇ મકવાણાનું પણ ગ્રામજનો, પરિવારજનોએ સ્વાગત કર્યુ હતું. શ્રીમતિ વર્ષાબેન નંદલાલભાઇ મકવાણાએ ગામના વિકાસના કાર્યોને પ્રાધાન્ય આપવાનું વચન આપ્યું છે. તેમની સોૈથી મોટી લીડ ૯૩૧ મતથી જીત થઇ છે.

(12:10 pm IST)