Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

લોધીકા જીલ્લા પંચાયતની ૨ તેમજ તાલુકા પંચાયતની ૧૧ સીટ ઉપર ભાજપ - ૫ તાલુકા પંચાયત સીટોમાં કોંગ્રેસનો વિજય

લોધીકા,તા.૩ : લોધીકા જીલ્લા પંચાયત ની ૨ સિટ તેમજ તાલુકા પંચાયત ની ૧૧સિટ ઉપર ભાજપનો વિજય અને ૫ સિટમા કોંગ્રેસ ના ઉમેદવારોનો વિજય થયો છે.

લોધીકા ૧૯  જીલ્લા પંચાયતના ભાજપ  ઉમેદવાર મોહનભાઈ દાફડા કોંગ્રેસ ઉમેદવાર ભીખુભાઈ સાગઠીયા સામે ૧૨૦૦ મતે વિજય 

પારડી ૨૪ના ઉમેદવાર અલ્પાબેન મુકેશભાઈ તોગડિયા  ૪૦૦૦ મતથી વિજય

લોધીકા તાલુકા પંચાયત ચાંદલી સિટના ભાજપના  ઉમેદવાર વિલશબેન મોરડ કોંગ્રેસના ઉમેદવાર  રંજનબેન વસોયા સામે ૬૬૨ મતે વિજય

ચિભડા તાલુકા પંચાયત સિટના ભાજપના ઉમેદવાર  લક્ષ્મીબેન વસોયા કોંગ્રેસ ના ઉમેદવાર દિવાળીબેન વસોયા સામે ૪૦૪ મતે વિજય થયેલ છે

ઢોલરા સિટના  ભાજપ ના ઉમેદવાર સવિતાબેન ચાવડા કોંગ્રેસના ઉમેદવાર હંસાબેન સાગઠીયા સામે ૮૦૭ મતે વિજય થયેલ છે લોધીકા ૧ કિશોરભાઈ વસોયા ભાજપના ઉમેદવાર તેઓ કોંગ્રેસના ઉમેદવાર મેધજીભાઇ સાકરીયા સામે ૩૪૦ મતે વિજય થયેલ છે લોધીકા ૨ પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા તેમજ કોંગ્રેસ પ્રમુખ મયુરસિહ જાડેજા વચ્ચે ટક્કર મા પૂર્વ ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા ૪૮૮ મતે ભાજપમા થી વિજય થયેલ છે પારડી સિટના ભાજપના ઉમેદવાર ધનશયામભાઇ ભુવા કોંગ્રેસ ના ઉમેદવાર હિરેનભાઈ કોરાટ સામે ૬૨૫ મતે વિજય થયેલ છે માખાવડ ભાજપ ના ઉમેદવાર જ્યોત્સનાબેન દેસાઈ કોંગ્રેસ ના ઉમેદવાર દિવયાબા જાડેજા સામે ૨૨૦ મતે વિજય થયેલ છે મોટાવડા સિટના ભાજપના ઉમેદવાર અંજુબેન પાભર કોંગ્રેસ ના ઉમેદવાર કાંતાબેન પાભર સામે ૮૭ મતે વિજય થયેલ છે હરીપર પાળ જે તાલુકા પ્રમુખની બક્ષીપંચની સિટીમાં છે તેમાં ભાજપ ઉમેદવાર ગીતાબેન રાઠોડ કોંગ્રેસના ઉમેદવાર જયદેવ ભાઈ ડાંગર સામે ૧૮૦ મતથી વિજય થયેલ છે મેટોડા સિટના ભાજપના ઉમેદવાર નિલેશભાઇ નિનામા કોંગ્રેસના ઉમેદવાર લીલાબેન પરસાણા સામે ૭૨ મતથી વિજય થયેલ છે વાજડી વડ સિટના ભાજપના ઉમેદવાર રેખાબેન પરમાર કોંગ્રેસ ઉમેદવાર હિરાબેન ખીમસુરીયા સામે ૩૭૪ મતથી વિજય થયેલ છે તેમજ કોંગ્રેસ ને ૫ સિટો મળેલ છે જેમા ખીરસરા સિટના ભાજપના ઉમેદવાર રમાબેન મકવાણા સામે કોંગ્રેસ ના ઉમેદવાર અવનીબેન સોલંકી ૨૫ મતે વિજય થયેલ છે દેવગામ સિટના ભાજપના ઉમેદવાર રાજલબેન ફાગલીયા સામે કોંગ્રેસના ઉમેદવાર નુરઝાહબેન ઠાસરીયા ૮૯ મતે વિજય થયેલ છે નગરપીપળીયા સિટના ભાજપના ઉમેદવાર વલ્લભભાઈ તારપરા સામે કોંગ્રેસના ઉમેદવાર હિતેશભાઈ ખુટ ૭૧ મતે વિજય થયેલ છે પાળ સિટના ભાજપના ઉમેદવાર મુકેશભાઈ બગડા સામે કોંગ્રેસ ના ઉમેદવાર મિલનભાઈ દાફડા ૨૫૮ મતે વિજય થયેલ છે પારડી ૨ સિટના ભાજપના ઉમેદવાર દિગ્વિજયસિંહ જાડેજા સામે કોંગ્રેસ ના ઉમેદવાર રાજેન્દ્રસિહ જાડેજા ૧૪ મતે વિજય થયેલ છે.

(12:08 pm IST)