Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

લીંબડીમાં વિજય સરઘસ વખતે બે કાર પર હુમલો

ધોકા, લાકડીઓ મારી નુકસાન કર્યું, ભાજપના કાર્યકરોને ઇજા

વઢવાણ,તા. ૩: લીંબડી નગરપાલિકાની ચુંટણીમાં ભાજપે તમામ ૨૮ બેઠકો પર કબ્જો જમાવતાં ભાજપનો ભગવો લહેરાયો હતો જયારે કોંગ્રેસને હારનો સામનો કરવો પડયો હતો ત્યારે ચુંટણી પરિણામ બાદ ભાજપના જીતેલા ઉમેદવારો તથા કાર્યકરો હાઈવે પરથી વિજય સરદ્યસમાં પોતાની કાર લઈને જઈ રહ્યાં હતાં તે દરમ્યાન અજાણ્યા શખ્સો દ્વારા અંદાજે બે જેટલી કાર પર ધોકા અને લાકડીઓ વડે હુમલો કરતા કારને નુકશાન પહોંચ્યું હતું.

જયારે પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ હુમલામાં અમુક ભાજપના કાર્યકરોને ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે પ્રથમ લીંબડી અને ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.જયારે આ બનાવની જાણ થતાં લીંબડી ડીવાયએસપી એસ.પી.મુંધવા સહિત પીએસઆઈ અને પોલીસ કાફલો દ્યટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી.

(12:06 pm IST)