Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ગોંડલમાં કોંગ્રેસને પાલિકામાં સમ ખાવા પુરતી બેઠક ન મળી : 'આપ'નું બાળમરણ : ભાજપનો વટભેર વિજય

તસ્વીરમાં વિજેતા ઉમેદવારો નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી -ગોંડલ)

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા. ૩: ગોંડલ નગરપાલિકા સ્થાનિક સ્વરાજય ની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રી પંખીઓ જંગ ખેલાયો હતો મતગણતરી મથકે ઇવીએમ ખુલવાની સાથેજ ભાજપ ગતિમાં રહ્યું હતું અને ગણતરી પૂર્ણ થતાં ભાજપ નો ભગવો લહેરાઈ જવા પામ્યો હતો, પાંચ બેઠક બિનહરીફ થઈ હોય પહેલેથી જ ભાજપ ના ફાળે આવી ગઈ હતી.

છેલ્લા ચાર દાયકા કરતા પણ વધારે સમયથી ભાજપ હસ્તકની ગોંડલ નગરપાલિકામાં આ વખતે ૪૪ સીટ ભાજપે કબ્જે કરી ઇતિહાસ સજર્યો છે ભાજપ મોવડી જયરાજસિંહ જાડેજા, પ્રફુલભાઈ ટોળીયા, અલ્પેશભાઈ ઢોલરીયા અને અશોકભાઈ પીપળીયા નું માઈક્રો લેવલનું પ્લાનિંગ અને વિકાસના કર્યો ને પ્રજાએ ધ્યાને લીધું હતું.

એમ બી કોલેજ ખાતે મતગણતરી કેન્દ્ર ઉપર સવારથી જ સમર્થકો ના ટોળે ટોળા એકઠા થયા હતા ઇવીએમ ખુલતા ભાજપ ની સ્પીડ હાઈ જોવા મળી હતી જે છેલ્લે સુધી અકબંધ રહેતા હરીફ ઉમેદવારો ના સુપડા સાફ થઈ જવા પામ્યા હતા.

ભાજપ દ્વારા રિપીટ કરાયેલા રાજેન્દ્રસિંહ જાડેજા, અર્પણાબેન આચાર્ય, ગૌતમભાઈ સિંધવ, હર્ષદભાઈ વાઘેલા, ચંદુભાઈ ડાભી, હાજરાબેન ચૌહાણ, કૌશિકભાઈ પડારીયા, જગદીશ રામાણી ને રિપીટ કરાયા હતા આ તમામ વટ ભેર વિજેતા બન્યા છે.

કોંગ્રેસને સમ ખાવા પૂરતી એક પણ બેઠક મળી નથી તેને કરુણ રકાસ થયો છે જયારે આમ આદમી પાર્ટીનું ગોંડલમાં બાળ મરણ થવા પામ્યું છે.

ગોંડલ નગરપાલિકામાં આગવું મહત્વ ધરાવતાં વોર્ડ નં ૧માં ભાજપે તેનો ગઢ જાળવી રાખ્યો છે.સતત બીજી ટર્મ લડી રહેલાં ભાજપ નાં અર્પણાબેન આચાર્યની લીડ સૌથી મોખરે રહી છે.ભાજપ નાં સતત ચાર ટર્મ  થી વિજેતા બનતાં રાજેન્દ્રસિંહ જાડેજા તથાં બીજી ટર્મ  લડી રહેલાં ગૌતમ સિંધવનો વટભેર વિજય થયો છે.જયારે ભાજપનાં કાંતાબેન સાટોડીયા નો પણ સન્માનીય વિજય થયો છે.આ વોર્ડમાં વોર્ડ કોંગ્રેસ તથાં આમ આદમી પાર્ટીનો કારમો પરાજય થયો છે.

અર્પણાબેન આચાર્ય અને ચંદુભાઇ ડાભીનો દબદબો

નગરપાલિકા ની ચુંટણી નાં પરીણામો જાહેર થતાં કુલ ૧૧ વોર્ડ ની ૪૪ બેઠકો પૈકી ૨૨ મહીલા બેઠકો નાં ઉમેદવારો માં વોર્ડ નં.૧ નાં ભાજપ નાં અર્પણાબેન આચાર્ય ૨૮૩૨ મત મેળવી પ્રથમ ક્રમે રહ્યા છે.

અર્પણાબેન ગત ટર્મમાં નગરપાલિકામાં ઉપપ્રમુખ રહી ચુકયા છે.

જયારે ૪૪ બેઠકો પૈકી ૨૨ પુરુષ બેઠકો પર ૩૪૬૮ મત મેળવી વોર્ડ નં.૪નાં ભાજપનાં ચંદુભાઇ ડાભી પ્રથમ ક્રમે રહ્યા છે.ચંદુભાઇ સતત ત્રીજી ટર્મમાં વિજેતા બન્યાં છે.અગાઉ પ્રમુખ રહી ચુકયા છે.

ગોંડલ જિલ્લા પંચાયતની પાંચ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો

જિલ્લા પંચાયતની પાંચ બેઠકમાં ચરખડી બેઠક ઉપર અમૃતલાલ મકવાણા ૯૩૧૪ મત, દેરડી બેઠક ઉપર રાજેશકુમાર ડાંગર ૧૧૫૫૯ મત, કોલીથડ બેઠક ઉપર સહદેવસિંહ જાડેજા ૧૫૫૯૮ મત, મોવિયા બેઠક ઉપર લીલાબેન ઠુમર ૬૫૬૪ અને શિવરાજગઢ બેઠક ઉપર શૈલેષભાઈ ડોબરીયા ૧૨૨૬૮ મત મેળવી વિજેતા થયા હતા.

(11:59 am IST)