Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ઉના તા.પં.ની ૨૬ બેઠકોમાંથી ભાજપની ૨૦ બેઠકોમાં બહુમતી

ઉનાની જિ.પં.ની ૭ બેઠકો ભાજપે મેળવીઃ પ્રદેશ ભાજપ અધ્યક્ષનો જાદુ ચાલ્યોઃ કોંગ્રેસનો સફાયો

(નવીન જોષી દ્વારા) ઉના, તા. ૩ :. તાલુકા પંચાયતની ૨૬ બેઠકોમાંથી ભાજપે ૨૦ બેઠકો મેળવી બહુમતી મેળવી લીધી અને કોંગ્રેસ પક્ષે ૬ બેઠક મળતા ૨ બેઠકની નુકશાની થઈ છે.

ઉના તાલુકાની ગીર સોમનાથ જીલ્લા પંચાયતની ૭ બેઠક ઉપર ભવ્ય વિજય થયો, કોંગ્રેસના સુપડા સાફ, પ્રદેશ ભાજપ અધ્યક્ષનો જાદુ ચાલી ગયો, ધારાસભ્ય શ્રી વંશના દિકરા જીલ્લા પંચાયતની સીટ ઉપર હાર્યા છે.

ઉના તાલુકા પંચાયતની ૨૬ બેઠકની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જેમાં ૨૬ ભાજપ, ૨૬ કોંગ્રેસ ૮મા અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા. મત ગણતરી શાહ એચ.ડી. હાઈસ્કૂલના સભાખંડમાં ઉનાના મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને ગણતરી શરૂ થતા બપોરના ૩ વાગ્યા સુધીમાં ગણતરી પૂર્ણ થતા ભાજપને ૨૦ બેઠકો મેળવી ભવ્ય વિજયી થયા હતા. જ્યારે કોંગ્રેસ પક્ષના ૬ ઉમેદવારો વિજયી થયા તા. ગત ૨૦૧૫ ચૂંટણીમાં ભાજપ ૧૪/૧૫, કોંગ્રેસ ૧૩ બેઠક મળી હતી. આ વખતે ૬ બેઠક મળતા ૭ બેઠકની નુકશાની ગઈ છે. ભાજપને પાંચ બેઠકનો ફાયદો થયો છે. તાલુકા પંચાયત ઉનાની ભાજપે જાળવી રાખી છે.

તાલુકા પંચાયતના ભાજપના વિજેતા ઉમેદવારોના નામ (૧) ખજુદ્રા (રામભાઈ હમીરભાઈ ચૌહાણ) (૨) કોબ બીજલભાઈ જીવાભાઈ બાંભણીયા (૩) મોટા ડેસર યોગેશભાઈ દેવશીભાઈ પામક (૪) પાલડી અનીતાબેન ધીરૂભાઈ સોલંકી (૫) તડ સવિતાબેન પાલાભાઈ વાળા (૬) વરસીગપુર નગાભાઈ બીજલભાઈ બાંભણીયા (૭) નવાબંદર-૨ સમજુબેન રામભાઈ સોલંકી (૮) નાથળ એભાભાઈ ડાયાભાઈ મકવાણા (૯) વાસોજ મોહનભાઈ ભીમાભાઈ વાજા (૧૦) ઉમેજ ભાળુભાઈ હમીરભાઈ ચાવડા (૧૧) કાજરડી પાંચીબેન સામતભાઈ ચારણીયા (૧૨) દેલવાડા-૨ આશીયાનાબેન હનીફભાઈ મુકેશભાઈ ચૌહાણ (૧૩) દેલવાડા-૧ દેવસીભાઈ રાજાભાઈ મકવાણા (૧૪) ચીખલી મુકેશભાઈ હમીરભાઈ વાજા (૧૫) ચાચકવડ જાનુબેન પાલાભાઈ ભાલીયા (૧૬) ભાચા ધર્મિષ્ઠાબેન પાંચાભાઈ ડાંગોદરા (૧૭) ગાંગડા આલુભાઈ દેશાભાઈ ગોહીલ (૧૮) ઉટવાળા કાળુભાઈ બીજલભાઈ સરવૈયા (૧૯) શૈયદરાજપરા કિરણબેન ભરતભાઈ રાઠોડ (૨૦) પુનુળા માંડણભાઈ ગોહીલ સનખડા.

કોંગ્રેસના વિજેતા ઉમેદવારો (૧) વાવરડા કાંતાબેન બાબુભાઈ પરમાર (૨) ખાપટ બાલુભાઈ જીવાભાઈ બાંભણીયા (૩) નવાબંદર-૨ સલમાબેન મસફી ચવાણ (૪) આમોદ્રા જશોદાબેન પ્રતાપભાઈ બારડ (૫) ગરાળ જેઠીબેન જીણાભાઈ સોલંકી (૬) સીમર ગીતાબેન ભાણભાઈ ડાભી.

જ્યારે ગીરસોમનાથ જીલ્લાની ઉના તાલુકા પંચાયત હેઠળ આવેલ ૭ બેઠકોમાં ૭ બેઠકો ઉપર ભાજપ ભવ્ય વિજય મેળવી કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે. ગત ૨૦૧૫માં કોંગ્રેસ પક્ષે પાંચ બેઠક જીતી હતી. ભાજપે આ વખતે કોંગ્રેસને પાંચ બેઠકનુ નુકશાન કર્યુ છે.

ભાજપના જીલ્લા પંચાયતના જીતેલ ૭ સભ્યોના નામ (૧) નવાબંદર વાલીબેન હરીભાઈ સોલંકી, (૨) ભાચા પન્નાબેન દેવસીભાઈ ટાંક (૩) દેલવાડા ભાણીબેન બાબુભાઈ બાંભણીયા (૪) કોબ લખમણભાઈ પાલાભાઈ બાંભણીયા (૫) મોટા ડેસર રૂડાભાઈ પુનાભાઈ શીગોડ (૬) સીમર ભાવેશભાઈ વૃજલાલભાઈ ઉપાધ્યાય (૭) સનખડા વીરાભાઈ બોઘાભાઈ ઝાલા.

શૈયદ રાજપરા જીલ્લા પંચાયતની બેઠક ઉપર લડતા વર્તમાન ધારાસભ્ય કોંગ્રેસના પુંજાભાઈ બી. વંશના દિકરા પરેશભાઈ પુંજાભાઈ વંશ ચૂંટણી હારી ગયા છે.

ગીરગઢડા તાલુકા પંચાયતની ૨૦ બેઠકોનું પરિણામ જાહેર થતા ભાજપ ૧૫ બેઠક ઉપર અને કોંગ્રેસ ૫ બેઠક ઉપર વિજયી થઈ છે. જ્યારે જીલ્લા પંચાયતની ૪ બેઠકો ભાજપે જીતી લેતા કોેંગ્રેસનો પરાજય થયો છે. ગીરગઢડા તાલુકા પંચાયતની ૨૦ બેઠકોમાં ૧૫ બેઠકો ભાજપ (૧) અંબાડા (૨) બેડીયા (૩) બોડીદર (૪) ધોકડવા (૫) ફાટસર (૬) ગીરગઢડા-૨ (૭) હરમડીયા (૮) જામવાળાથીય (૯) કાણકીયા (૧૦) ખીલાવડ (૧૧) નાના સમઢીયાળા (૧૨) પડાપાદર (૧૩) સનવાવ (૧૪)  ઉંદરી (૧૫) વડવીયાળા.

કોંગ્રેસે મેળવેલ બેઠકમાં (૧) ગીરગઢડા-૧, (૨) જરગલી (૩) કોદીયા (૪) નીતલી (૫) વાંકીયા બેઠક ઉપર વિજય મેળવેલ છે.

(11:58 am IST)
  • મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધતા દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધ્યા ::નવા કેસ કરતા રિકવર થનારની ઘટતી સંખ્યા : એક્ટિવ કેસમાં પણ વધારો :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 17,425 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,11,56,748 થઇ :એક્ટિવ કેસ 1,70,443 થયા વધુ 14,071 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,08,24,233 થયા :વધુ 87 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,471થયા: સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 9855 નવા કેસ નોંધાયા access_time 1:06 am IST

  • દેશના નંબર ૧ ક્રિકેટરની ગુજરાત આવકવેરાના અધિકારીઓ દ્વારા ‘ફેસલેસ’ ઍસેસમેન્ટ કરવામાં આવ્યાનું જાણવા મળે છે : પ્રથમ વખત જ નેટ મારફત સામે કયા ઓફીસર દ્વારા ઍસેસમેન્ટ થાય છે તે જાહેર થયા વિના આવકવેરા ખાતા દ્વારા આ ઍસેસમેન્ટ કરવામાં આવ્યાનું ન્યુઝ ફર્સ્ટ જણાવે છે access_time 1:29 pm IST

  • ર૮ કલાકમાં ર,૦૮,૭૯૧ લોકોને કોવિદ રસી અપાઇ : સોમવારે સવારે ૯ થી આજે મંગળવાર બપોરે ૧ સુધીમં ૬૦ વર્ષની વયના ર,૦૮,૭૯૧ લોકોને કોરોના રસી આપવામાં આવી છે. આજે બપોર સુધીમાં દેશભરમાં કુલ ૧ કરોડ ૪૮ લાખથી વધુ લોકોને કોરોનાની રસી મૂકવામાં આવી હોવાનું સરકારે સત્તાવાર જાહેર કર્યુ છે access_time 10:57 am IST