Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ભાજપની લહેર વચ્‍ચે મોટીપાનેલી જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસનો વિજય

૭૭૨ મતની લીડથી ભાજપના જયશ્રીબેન ગેડીયાને હરાવ્‍યા : તાલુકા પંચાયત ૧માં પણ કોંગ્રેસનો વિજય

 (અતુલ ચગ દ્વારા)મોટી પાનેલી,તા. ૩:  ઉપલેટા તાલુકાના મોટી પાનેલી જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર મીરાબેન જતીનભાઈ ભાલોડીયાનો શાનદાર વિજય થતા મોટી પાનેલીમાં સર્વે જ્ઞાતિજનો દ્વારા સ્‍વાગત કરવામાં આવેલ હતું નાની નાની બાળાઓએ શ્રીમતિ મીરાબેન તેમજ તેમના અડીખમ અને મજબૂત પાટીદાર નેતા જતીનભાઈ ભાલોડીયાનું કુમકુમ તિલક સાથે પૂજાની થાળી લઈને ફૂલડે વધાવ્‍યા હતા જીત મેળવ્‍યા બાદᅠ સૌ પ્રથમ ગાયત્રી આશ્રમ ગધેથડમાઁ માતાજી સમક્ષ માથું ટેકવ્‍યું હતું ત્‍યારબાદ ઢાંક ગણપતિબાપા ના આશીર્વાદ મેળવી સર્વે ગ્રામજનોનો આભાર વ્‍યક્‍ત કરેલ ત્‍યાંથી પાનેલીમાં પ્રવેશ મેળવતાજ પાનેલીના લોકો આતુરતાપૂર્વકની રાહ જોઈને ઉમળકાભર્યું સ્‍વાગત કરવા બપોરના ખરે તડકે પણ આતુર હતા હજારોની સંખ્‍યામાં કાર્યકર્તા પ્રશંસકોએ શ્રીમતી મીરાબેન તેમજ જતીનભાઈ સાથે તાલુકા પંચાયત એક નંબર સીટના વિજેતા ઉમેદવાર શ્રીમતી હર્ષાબેન ઝાલાવડીયાનું ફુલહાર અને અબીલ ગલાલ સાથે ભવ્‍ય સ્‍વાગત કરી ગામના મુખ્‍ય ગેઇટ ઉપરથી વિજય સરઘસ કાઢ્‍યું હતું જે ઢોલ અને ડીજે સાથે ફટાકડાની ધૂમ મચાવી હતી ગામના મુખ્‍ય રસ્‍તાઓ ઉપરથી વિજય સરદ્યસ કાઢી વડીલો તેમજ માતાઓ બહેનોના આશીર્વાદ મેળવ્‍યા હતા અને સર્વો વચ્‍ચે પડકાર કરેલ કે આ જીત ખેડૂતોની જીત છે ગરીબોની જીત છે મારાં વિજયમાં સમાજનો હક્ક નાનોમોટો વર્ગ સહભાગી બન્‍યો છે જે તમામ નો હું આભારી છું તમામ કાર્યકર્તા કે જેને દિવસરાત મહેનત કરેલ તે તમામ પણ આ જીતના હક્કદાર છે હું ખાત્રી સાથે કહું છું કે મારાં મત વિસ્‍તારના કોઈપણ વ્‍યક્‍તિ માટે હું હંમેશા ઉભો રહીશ ખેડૂતોના કે ગરીબોના કે મોંદ્યવારીના મુદે હર હંમેશ લડત આપી સરકારના કાન ખેચીસ ત્‍યારબાદ સીદસર માઁ ઉમિયાના આશીર્વાદ માટે રવાના થયેલ આવતીકાલ થી તમામ મતવિસ્‍તારના ગામોમાં પ્રવાસ કરી મતદારોના આશીર્વાદ સાથે આભાર વ્‍યક્‍ત કરવા નીકળવાનું પણ જણાવેલ, વિજય સરદ્યસમાં હજારોની મેદની ઉમટી હતી સર્વોનાં મુખ ઉપર અનેરો ઉત્‍સાહ જોવા મળેલ.

(11:06 am IST)