Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

જીલ્લા પંચાયતમાં બંને પક્ષને એક એક બેઠક

કોટડાસાંગાણીમાં કોંગ્રેસના ગઢને ધ્વસ્ત કરી ભાજપે તાલુકાની ૧૦ બેઠકો પર વિજય મેળવ્યો

(કલ્પેશ જાદવ દ્વારા)કોટડાસાંગાણી, તા. : તાલુકામા પંચાયતની ચુંટણીમાં ભગવો લહેરાયો છે.તાલુકાની ૧૬ બેઠકો પૈકિ ૧૦ બેઠકો પર ભાજપે જીત મેળવી છે.જયારે જીલ્લા પંચાયતની બે બેઠકો પર વેરાવળ શીટમા ભાજપની જીત થઈ છે.જયારે કોટડાસાંગાણી સીટ પર કોંગ્રેસે જીત મેળવી છે.

ગત ટર્મમા કોંગ્રેસે ૧૬ શીટો પૈકી ૧૪ શીટો પર જંગી લીડથી જીત મેળવી હતી.પરંતુ વખતની ચુંટણીમા જાણે કોંગ્રેસના સુપડા સાફ થયા હોઈ તે મુજબ ૧૬ માથી બેઠકો પર જીત મેળવી છે જેમા રાજપરા બેઠક પર મગનભાઈ બારૈયા મોટા માંડવા બેઠક પર નરેન્દ્રભાઈ સોલંકી સતાપર બેઠક પર કિરણબા રાયજાદા વેરાવળ બેઠક પર વાલજીભાઈ કોરાટ નવી મેંગણી બેઠક પર નીલેશભાઈ સીદપરા રામોદ બેઠક પર રસીલાબેન ઠુંમરની જીત થઈ છે.જયારે ભાજપે ૧૦ બેઠકો પર જીત મેળવી છે.જેમા કોટડાસાંગાણી બેઠક પર અરવિંદભાઈ સીંધવ કોટડાસાંગાણી બેઠક પર રમેશભાઈ ડામોર વાદિપરા બેઠક પર કિર્તીબા જાડેજા અરડોઈ બેઠક પર અંજનાબા જાડેજા વેરાવળ બેઠક પર કામીનીબા વેરાવળ બેઠક પર ધીરજલાલ કોરાટ વેરાવળ બેઠક પર ઉજીબેન રાઠોડની જીત થતા ભાજપે ૧૦ બેઠકો કબ્જે કરી હતી. જયારે જીલ્લા પંચાયતની વેરાવળ બેઠક પર કોંગ્રેસની હાર થઈ હતી અને ભાજપના ગીતાબેન ટીલાળાની જીત થઈ છે. તો કોટડાસાંગાણી બેઠક પર ભાજપની હાર થઈ હતી અને કોંગ્રેસના અર્જુનભાઈ ખાટરીયાનો વીજય થયો છે. બંને પક્ષના ખોળે એક એક બેઠક મળી હતી.આગામી દીવસોમા તાલુકા પંચાયતમા જયારે ભાજપનુ સાશન આવી રહ્યું છે. ત્યારે તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ સીંધવે જણાવેલ કે ભાજપના સાશનમા અનેક વીકાસના કામોને વેગ આપિસુ સાથેજ લોકોને ઘટતી સુવીધા પુરી પાડવા ટીમ કટીબધ્ધ રહેશે અને આગામી દીવસોમા તાલુકાને હરણફાળ ભરવા મહેનત કરી વીકાસના કામો કરીશુ.કોટડાસાંગાણી કોંગ્રેસનો ગઢ ભુતકાળ બન્યો છે.ભાજપે કોંગ્રેસના ગઢને ધ્વંસ્ત કરીને ભાજપનો ગઢને ઉભો કર્યો છે.લોકોએ વીકાસને આવકારી અને કમળ ખીલવી પંજાને જાકારો દીધો છે.

(10:23 am IST)