Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

ધોરાજી વોર્ડ નં. ૭ના સુધરાઇ સભ્યના પતિદેવ સહિત ૪ શખ્સો કારમાં દારૂ પીધેલ હાલતમાં ઝડપાયા

રાજકોટ, તા. ૩ : ધોરાજીમાં નવા આવેલા પી.આઇ. વી.એમ. ઝાલાએ હોળી-ધુળેટીમાં કાયદો અને વ્યવસ્થા કથળે નહીં એ માટે શહેરમાં પોલીસ કાફલા સાથે પેડલ પેરેડ યોજી શહેરના મુખય માર્ગો ઉપર ફરી ટ્રાફીક ઝુંબેશ હાથ ધરેલ અને સ્ટાફને કડક સુચના આપેલ બાદ ધોરાજીના કોલેજ ચોક પાસે ધોરાજી પોલીસ સ્ટાફના ચંદ્રસિંહ તેરસિંહ તેમજ લાલજીભાઇ મનુભાઇ વિગેરે સ્ટાફ સાથે શંકાસ્પદ કાર જીજે૩એચઆર-૧રપ૬ને ચેક કરતા કારમાં બેઠેલ તાજેતરમાં કોંગ્રેસમાંથી વોર્ડ નં.૭માં ચૂંટાયેલા સુધરાઇ સભ્યના પતિદેવ ઉમેશભાઇ કાન્તીલાલ ભાલોડીયા ઉ.વ.૪ર, મિહિર જીતુભાઇ સુતરીયા ૩ર વર્ષ, દિપેન પરસોતમભાઇ જાગણી ૩પ વર્ષ અને મયુર પરસોતમ ભેસદળીયા હતા અને કાર ચેક કરતા બે બોટલ ઇંગ્લીશ દારૂ કિંમત રૂ. ૧૪૦૦ સાથે કાર મળી કુલ રૂ. ૧૦,૧૪૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતો.

ઉપરોકત બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ વિજયભાઇ ચાવડાએ હાથ ધરેલ હતી.

ધોરાજી શહેર કોંગ્રેસના સુધરાઇ સભ્યના પતિદેવ પીધેલા ઝડપાઇ જતા શહેરભરમાં ભારે ચર્ચા વ્યાપી ગઇ હતી.

(11:44 am IST)