Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

ભાવનગરના રૂવા ગામે જુગાર રમતા મહિલા સહિત ૩ ઝડપાયાઃ ૧૧ હજારની રોકડ

ભાવનગર તા. ૩ : જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ  તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.એસ.ઠાકર આપેલ સુચના મુજબ ધોધારોડ પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ એચ.સી.ચુડાસમા તથા એએસઆઇ એમ.એમ.મુંન્સી તથા. પોલીસ.કો.ફારૂકભાઇ મહિળા તથા પો.કો.ઇમ્તિયાઝખાન પઠાણ તથા પો.કો.ખેંગારસિંહ, કિર્તીસિંહ તથા મહેશભાઇ રાઠોડ તથાઙ્ગજયદિપસિંહ જાડેજા તથા.ઘનશ્યામભાઇ ગોહિલ તથા વુમન.પો.કો.વનિતાબેન તથા ધોધારોડ પોલીસ સ્ટેશનનો અન્ય સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન હકિકત બાતમી રાહે લીલા ઉડાન રૂવા પચ્ચીસ વારીયા સીતારામનગર હનુમાનજીનાં મંદિર વાળી શેરીના પોલ નિચે સ્ટ્રીટ લાઇટનાં અજવાળે રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા ગોંવિદભાઇ બાલાભાઈ જાંબુચા/કોળી ઉ.વર્ષ ૩૦, પોપટભાઇ દયાળભાઇ ચૌહાણ જા.કો. ઉ.વર્ષ ૫૩, જલ્પાબેન અશોકભાઈ પોપટભાઇ મહેતા/જૈન ઉ.વર્ષ ૪૩ ને પકડી પાડયા હતા.

આ ત્રણેય આરોપીઓ પાસે રોકડા રૂ.૧૧,૦૪૦નો મુદ્દામાલ કબ્જે કરી જુગાર પ્રતિબંધ કલમ ૧૨ - મુજબ અટક કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

(11:30 am IST)