Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

ગોંડલ મગફળીકાંડમાં પકડાયેલ આરોપીઓની જામીન અરજી રદ્દઃ તમામને જેલહવાલે કરાયા

ગોંડલ તા. ૩ : ગોંડલના ઉમવાડા રોડ ઉપર વેરહાઉસ માં ૨૮ કરોડની મગફળી આગ કાંડમાં સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છ આરોપીઓ સામે ગુન્હો નોંધાયા બાદ આરોપીઓ દ્વારા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી જે અદાલતે નામંજૂર કરતાં આરોપીઓ કરી જેલહવાલે થયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ નાઙ્ગ ઉમવાડા રોડ ઉપર આવેલ રામરાજય જીનીંગમાં સરકાર દ્વારા ટેકાના ભાવથી ખરીદ કરાયેલ ૨૮ કરોડની મગફળીના જથ્થામાં આગ લાગી જવાની ઘટનામાં તપાસનીશ સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચની સીટ દ્વારા વેર હાઉસના માલિક દિનેશ સેલાણી, કર્મચારી મયુરસિંહ ડાભી, ઉમેશ મહેતા, મિલન ગોંડલીયા, રણવીર વિશાળ, તેમજ કમલેશ ગૌસ્વામી સામે ગુન્હો નોંધાયા બાદ આરોપીઓ દ્વારા ગોંડલ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી પરંતુ અદાલત દ્વારા જામીન અરજી નામંજૂર કરાતા ઉપરોકત છએ આરોપીઓ ફરી ગોંડલ સબ જેલ હવાલે થવા પામ્યા હતા. આ કેસની તપાસ સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ સાથે ડીવાયએસપી ડી.પી. વાઘેલા, પી.આઈ રાણા સહિતનાઓ ચલાવી રહ્યા છે.

(11:28 am IST)