Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

ગીર સોમનાથ જિલ્લામાં સ્વામી વિવેકાનંદ પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ માટે ફિકસ વેતનથી કોર્ડીનેટરની નિમણૂક કરાશે

ગીર સોમનાથ તા. ૩ : ગીર સોમનાથ જિલ્લાના યુવાનોનુ સંરક્ષણ દળોમા પ્રતિનિધિત્વ વધે તે હેતુથી જિલ્લા રોજગાર કચેરી દ્વારા સ્વામી વિવેકાનંદ પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના અમલમા છે. આ યોજના હેઠળ જિલ્લા ખાતે એક તાલીમ વર્ગનુ એપ્રિલ ૨૦૧૮ માસમા આયોજન કરેલ છે.

આ તાલીમ વર્ગના સમગ્ર સંચાલન માટે ૩૦ દિવસ માટે કરાર આધારીત કામગીરી કરવા માટે ફિકસ વેતનથી કોર્ડીનેટરની નિમણૂક કરવા માટે જિલ્લાના પુરૂષ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામા આવે છે. જેની અરજી જિલ્લા રોજગાર કચેરી વેરાવળ ખાતેથી  વિના મૂલ્યે મળી રહેશે. તેમજ આ તાલીમ આપવા માંગતા શિક્ષકો અને આવી તાલીમ આપતી સંસ્થાઓ પણ આવા વર્ગ ચલાવવા માટેની અરજી કરી શકશે.

આ અરજીઓ તા. ૧૫ સુધીમા જિલ્લા રોજગાર કચેરી વેરાવળ ખાતે મોકલવાની રહેશે. કોર્ડીનેટરની લાયકાત સહિત તમામ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરી, સાઇ બાબા મંદિર પાછળ, આઇ.ટી.આઇ. કેમ્પસ વેરાવળ નો રૂબરૂ સંપર્ક કરવા જિલ્લા રોજગાર કચેરીની યાદીમાં જણાવાયું છે.(૨૧.૫)

(10:07 am IST)