Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

વેરાવળ - સોમનાથ રોડ ઉપરના રેલવે ફાટક પાસે રસ્તાની કામગીરી માટે ડાયવર્ઝન

ગીર-સોમનાથ તા. ૩ : વેરાવળથી સોમનાથ રોડ ઉપર આઇ.ટી.આઇ. નજીક આવેલ સ્લેબ ડ્રેઇન તોડીને તેની જગ્યાને નવું માઇનોર બ્રીજ બનાવવા માટે મંજૂરી મળેલ છે. આ માઇનોર બ્રીજ બનાવવા આ રસ્તા ઉપર વાહનોની અવર-જવર વિપુલ માત્રામાં હોય તેમજ આ સ્લેબ ડ્રેઇનની આજુબાજુએ આઇ.ટી.આઇ.,રહેણાંકીય મકાન આવેલ હોય અને આ સ્લેબ ડ્રેઇન તોડીને તેની જગ્યાએ નવો માયનોર બ્રીજ બનાવવા દરમ્યાન જાહેર જનતાને અગવડતા ન થાય અને ટ્રાફીકના સુચારૂ નિયમન થઇ શકે માટે  ગીર-સોમનાથ જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશ દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરી ડાયવર્ઝન માટે આદેશો જારી કરાયા છે.

જે મુજબ વેરાવળ સીટી તરફથી સોમનાથ તરફ જતા મોટા વાહનોએ રેલ્વે ફાટક પાસે આવેલ ત્રિવેદી  વે-બ્રીજ પાસેથી બંદરમા જતા રસ્તા ઉપર વાહનોનુ ડાયવર્ઝન કરવું, સોમનાથ તથા તાલાળા નાકા તરફથી વેરાવળ શહેરમા આવતા વાહનોને ભવાની મંદિર પાસે બંદરમા જતા રસ્તા ઉપર મોટા વાહનોનુ ડાયવર્ઝન કરવુ, વેરાવળ શહેરની સોમનાથ/તાલાળા તરફ જવા માટે ટુ-વ્હીલર તથા થ્રી-વ્હીલર જેવા નાના વાહનો માટે ત્રિવેદી વે-બ્રીજથી પશ્ર્ચિમે આવેલ રેલ્વેના નાના પુલ નીચે રસ્તો સાફ કરાવી નવો કાચો રસ્તો બનાવી નાના વાહન અને મોટા વાહન અલગ થાય તે રીતે વાહનોનુ ડાયવર્ઝન કરવું, સોમનાથ-તાલાળા તરફથી વેરાવળ શહેરમા આવતા ટુ-વ્હીલર તથા થ્રી-વ્હીલર જેવા નાના વાહનોને સોમનાથ ટોકીઝથી સોસાયટીના અંદરના રસ્તેથી રેલ્વે ફાટક, ૮૦ ફુટના રોડ ઉપર નાના વાહન અને મોટા વાહન અલગ થાય તે રીતે ડાયવર્ઝન કરવા જણાવ્યું છે.(૨૧.૫)

(10:07 am IST)