Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

હળવદ કૃષિ શિબિર

 હળવદ : ઇ-માર્કેટ યોજના અંતર્ગત કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થાની જાણકારી માટે કૃષિ શિબિર યોજવામાં આવેલ મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટય કરવામાં આવેલ. મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટય કરવામાં આવેલ. ડિરેકટર જીલુભાઇ દાજીભાઇ રાજપુત દ્વારા સ્વાગત કરવામાં આવેલ તેમજ વિવિધ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ. ઇન્માર્કેટની વેચાણ વ્યવસ્થા અંગે તજજ્ઞ રોનકભાઇ મહેતાએ માર્ગદર્શન આવેલ તેમજ સજીવ ખેતી અંગે ચીનુભાઇ ખેતશીભાઇ પટેલ અને દેવન્દ્રભાઇ ખુંે માર્ગદર્શન આપેલ. માર્કેટીંગ યાર્ડના ચેરમેન રણછોડભાઇ એન. દલવાડીએ પણ પોતાનુ વકતવ્ય આપેલ તેમજ જિલ્લા રજીસ્ટાર, મોરબીએ માહિતી આપેલ. આ કાર્યક્રમમાં ખેડુત અકસ્માત વિમા યોજના અંતર્ગત ખોડાભાઇ જીવાભાઇ બાબરીયાને પુર્વ મંત્રી જયંતિભાઇ કવાડીયા, રણછોડભાઇ પટેલ, જીલ્લા રજીસ્ટારના હસ્તે પ૦ હજારનો ચેક અર્પણ કરવામાં આવેલ. આ પ્રસંગે વિક્રમભાઇ દલવાડી, જેરામભાઇ સોજીત્રા, રણછોડભાઇ દલવાડી, ઘનશ્યામભાઇ ગોહિલ, શૈલેષભાઇ રૂપાણી, રજનીભાઇ સંઘાણી, અજયભાઇ રાવલ, વલ્લભભાઇ પટેલ, રમેશભાઇ ફુલતરીયા, વાસુદેવભાઇ ગઢીયા વગેરે ઉપસ્થિત રહેલ કૃષિ શિબિર યોજાઇ તે તસ્વીર.

(10:01 am IST)