Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

મોરબી નગરપાલિકાને કંગાળ બનાવવામાં અણઆવડત વાળા ભાજપના ચૂંટાયેલ સદસ્યનો મોટો ફાળો;કૉંગ્રેસનો મોટો આક્ષેપ

વહીવટી અણઆવડત અને અહમને જૂથવાદના કારણે પાલિકા પ્રજાને પ્રાથમિક સુવિધા પણ આપવામાં સદંતર નિસ્ફળ

  મોરબી શહેરની એ ગ્રેડની નગરપાલિકા હાલ કંગાળ સ્થિતિનો સામનો કરી રહેલ છે

 પાલિકાના ચૂંટાયેલ સદસ્યની વહીવટી અણઆવડતને કારણે કે અતિ ભ્રષ્ટાચારના કારણે આજ નગરપાલિકા પાસે લાઈટ બિલ ભરવાના પેસા નથી અને ઇન્ચાર્જચીફ ઓફિસર
કહેછે કે ગામમાં નગરપાલિકાના નામે કોય ઉઘાર પણ નથી આપતું તો શું મોરબી ની પ્રજા એ ભાજપને પાલિકામાં 52માંથી 52 સદસ્ય ચૂંટી શું ભૂલ કરી હોય તેવું લાગી રહ્યું છે?
 મોરબી શહેરની પ્રજાના પરસેવાની કમાણીના પેસા ટેકસના પેસા ગયા ક્યાં એ પ્રજા જાણવા માંગે છે.
આજ પાલિકા ની આવી પરિસ્થિતિ માટે જવાબદાર ભાજપના આ ચૂંટાયેલા તમામ સદસ્ય જવાબદાર હોય એવું લાગે છે કારણ વહીવટી અણઆવડત અને અહમને જૂથવાદના કારણે પાલિકા પ્રજાને પ્રાથમિક સુવિધા પણ આપવા માં સદંતર નિસ્ફળ ગયેલ છે ત્યારે મોરબી ના ધારાસભ્ય એ પાલિકા ના સદસ્ય ની મીટીંગ લીધી ત્યારે આ બાબત જાહેર થયેલ કે પાલિકા પાસે લાઈટ બિલ ભરવા પણ પેસા નથી તો આમાં વિકાસના કામો કયથી થાય? અગાઉ પણ  પાલિકા પ્રમુખ નો રોડ કામમાં ૬ ટકા કમિશન લેવા નો વિડિયો ઓડિયો  જાહેર થયેલ તેના ઉપર થી લાગે છે કે પાલિકામાં ફકતને ફકત ટકાવારી  જ ચાલે છે બાકી પ્રજાને સુવિધા મળે કે  ના મળે ઘર્મના નામે પ્રજાને ગુમરાહ કરી મત મેળવી પાછા ચૂંટાઇ જસુ એવું આ ભાજપ માને  છે ત્યારે  પાલિકા ની વહીવટી તપાસ કરવામાં આવે તો કેટલોય ભ્રષ્ટાચાર બહાર આવશે અને કંઈ નહોતું તે  કેટલાય માલ મિલકત વાળા બની ગયા છે પાલિકા ને ચૂનો લગાડીને  તે પ્રજાને પણ ખ્યાલ આવશે
આમ ભાજપ શાસિત નગરપાલિકાના ચૂંટાયેલ સદસ્યની વહીવટી અણઆવડતને કારણે પાલિકા ની તેજોરી ખાલી થઈ ગયેલ છે અને મોરબી માં ઝુલતા પૂલ ની ગોઝારી ઘટના બની તેમાં પણ પાલિકા ના પદાધિકારી અને અઘિકારી ઓ એ જોય જાણીતા વગર પ્રાઇવેટ કંપની ને પૂલ નો કોન્ટ્રાક્ટ આપી દિધો અને કરાર કરી આપેલ પણ જનરલ બોર્ડમાં  મજૂર ના કરવી શક્યા  અને પાલિકા ના પ્રજાકીય કામ માટે કોય જનરલ બોર્ડ ના બોલાવી  શક્યા  આવા બિન આવડતવાળા સદસ્ય પાલિકા ચલાવવા માં નિસ્ફળ ગયેલ છે ત્યારે જવાબદાર સામે કડક પગલાં લઈ પાલિકા નુ  વિસર્જન કરવું જરૂરી છે અને પાલિકા ના નાણાંનો ગેરઉપયોગ થયેલ હોય ને તેની તપાસ કરાવી  જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવા માં આવે  તેવી  પ્રજા   માંગણી કરી રહેલ છે તેમ મહેશ રાજ્યગુરુ મોરબી જિલ્લા કોગ્રેસ મહામંત્રીની યાદીમાં જણાવાયું છે

(12:07 am IST)