Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

રાણાવાવ પોલીસ સ્ટેશનના ગુન્હાઓમાં નાસતા ફરતા ૩ આરોપીઓ ઝડપાયા

પોરબંદર તા. ૩ :.. રાણાવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુન્હાઓમાં નાસતા ફરતા ૩ આરોપીઓને પોરબંદર એલસીબીએ પકડી પાડયાં છે.

પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ. રા. ગાંધીનગર દ્વારા રાજયના નાસતા ફરતા આરોપીઓને પકડવા ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને જુનાગઢ રેન્જના નાયબ પોલીસ  મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની નાઓએ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ સુચના કરેલ હોય જે અન્વયે એલસીબી પીઆઇ એન. એન. રબારીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન. એમ. ગઢવી, એલ. સી. બી. સ્ટાફના માણસો સાથે રાણાવાવ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન કોન્સ્ટેબલ રવિરાજ બારડ તથા કરશનભાઇ મોડેદરા નાઓને મળેલ સંયુકત હકિકત આધારે રાણાવાવ પો. સ્ટે. ગુ. ર. નં. કલમ ૪૪૭, ૩ર૩, ૩ર૪, ૩ર૬, પ૦૪, પ૦૬ (ર), ૧૧૪ તથા જી. પી. એકટ કલમ ૧૩પ મુજબના ગુન્હાના કામે નાસતા-ફરતા આરોપી (૧) મહેશ ઉર્ફે મસરી મેરૂભાઇ ભુતીયા ઉ.૩ર રહે. મેરવદર, પ્રાસલા રોડ ઉપર તા. ઉપલેેટા (ર) જયેશ નાગાભાઇ ઓડેદરા ઉ.રપ રહે. મુળગામ મોડદર ગામ, તા. કુતિયાણા તેમજ પ્રોહી. કલમ ૬૬(૧) બી, ૬પઇ, ૮૧ મુજબના ગુન્હામાં નાસતો ફરતો આરોપી લાખા કારાભાઇ મોરી ઉ.રર રહે. ધ્રામણીનેસ, બરડાડુંગર તા. ભાણવડ વાળાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ પો. સ્ટે. સોંપી આપેલ છે.

આ કામગીરીમાં પોરબંદર એલસીબી પીએસઆઇ એન. એમ. ગઢવી, એએસઆઇ રમેશ જાદવ, બટુકભાઇ વિંઝૂડા, હેડ કો. ગોવિંદભાઇ મકવાણા, કો. વિજયભાઇ જોષી, દિલીપભાઇ મોઢવાડીયા, કરશનભાઇ મોડેદરા, રવિરાજ બારડ, લીલાભાઇ દાસા વિગેરે રોકાયેલ હતાં.

(11:53 am IST)