Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

ગોંડલ યાર્ડમાં ડુંગળીની ભરપુર આવક

ગોંડલ : ગત રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક શરૂ કરતાં રાત્રીના જ માર્કેટ યાર્ડ બહાર ડુંગળી ભરેલા વાહનોની કતારો જોવા મળી હતી અને એક જ દિવસમાં ડુંગળીના ૧ લાખ કટ્ટાની આવકો થઈ હતી.આ વર્ષે ભારતના મહારાષ્ટ્ર ગુજરાત સહિતના ઘણા રાજયોમાં અતિવૃષ્ટીને કારણે ડુંગળીના નિષ્ફળ ગયેલા પાકની વચ્ચે ડુંગળીના ભાવમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે.યાર્ડમાં હાલમાં ડુંગળીની અછતને લઈને મહારાષ્ટ્ર,યુપી,બિહાર,રાજસ્થાન,દિલ્હી સહિતના અનેક રાજયોના વેપારીઓ ગોંડલ યાર્ડમાં ડુંગળીની ખરીદી કરવા માટે આવ્યાં હોવાથી ડુંગળીના ભાવમાં ગતહ સપ્તાહ કરતાં આ સપ્તાહની શરૂઆતમાં જ તેજીનો માહોલ જોવા મળ્યાંની સાથે ૧૦૦ થી ૧૫૦નો સુધારો જોવા મળ્યો છે. માર્કેટ યાર્ડમાં હરાજીમાં સફેદ ડુંગળીના ૨૦ કિલોના ભાવ રૂપિયા ૧૩૧થી લઈને ૩૪૧ અને લાલ ડુંગળીના ભાવ રૂપિયા ૧૦૧ લઈને ૭૦૦/- સુધીના બોલાયા હતાં.તો બીજી તરફ માર્કેટ યાર્ડ દ્વારા ડુંગળી વહેંચવા માટે આવતા ખેડૂતોને યાર્ડમા ડુંગળી સૂંકવીને લાવવા માટે પણ અપીલ કરી હતી. યાર્ડમાં ઠલવાતી ડુંગરીની તસ્વીરો.(તસ્વીર : જીતેન્દ્ર આચાર્ય,ગોંડલ)

(11:32 am IST)