Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

હળવદમાં બીસ્માર રસ્તા ભુગર્ભના તુટેલા ઢાંકણા તથા ટ્રાફિક પ્રશ્ને વેપારીઓ દ્વારા આવેદન

હળવદ,તા.૩: વેપારી મહામંડળ દ્વારા ટ્રાફિક,ખરાબ રસ્તાઓ, સૌચાલયની સ્વચ્છતા,ભૂગર્ભ ગટર ના તૂટી ગયેલ ઢાંકણા સહિતની સમસ્યાઓનું ં આવેદનપત્ર પાલિકા કચેરીએ આપ્યું હતું.

શહેરમાં ખાસ કરીને ટ્રાફિક,ખરાબ થઈ ગયેલા રસ્તાઓ,ભૂગર્ભ ગટર બનાવવામાં આવી છે તેના તૂટી ગયેલા ઢાંકણા ને કારણે અવારનવાર અકસ્માતો બને છે તેને અટકાવવામાં આવે અને નવા ઢાકણા નાખવમાઆવે તેમજ શહેરમાં જાહેરમાં જે શૌચાલય બનાવવામાં આવ્યા છે તેને સ્વચ્છ રાખવામાં આવે રાત્રિના સમયે જાહેર રસ્તાઓ ઉપર ઊભા રહેતા લારીવાળાઓ જાહેરમાં ગંદકી ફેલાવતા હોય જેને અટકાવવામાં આવે તેમ સહિતની વિવિધ શહેરીજનોને લગતી સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ આવે તે માટે હળવદ વેપારી મહામંડળ દ્વારાઙ્ગ પાલિકા કચેરી ખાતે જઈ ચીફ ઓફિસરને લેખિતમાં આવેદનપત્ર આપી ઉપરોકત સમસ્યાનું વહેલી તકે નિરાકરણ કરવા માંગ કરી હતી. વેપારી મહા મંડળના પ્રમુખ વિનોદભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ ગોપાલભાઈ ઠક્કર, ભરતભાઈ રબારી,પ્રકાશભાઈ પટવા, સનીભાઈ ઠક્કર,નરભેરામભાઈ અદ્યારા, મેહુલ ભરવાડ, વિજયભાઈ ઠાકર સહિતનાઓ હાજર રહ્યા હતા. હળવદ વેપારી મહામંડળ દ્વારા વિવિધ સમસ્યાઓને લઈને મને રજૂઆત બાદ સમસ્યાને વહેલી તકે દુર કરવામાં આવશે તેવી હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાગરભાઇ રાડિયાએ ખાતરી આપી હતી.

(11:55 am IST)