Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

સોૈરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા

ગીર સોમનાથ જિલ્લાને નવું સેન્ટર ફાળવતા ખેલાડીઓમાં ખુશીની લહેર

પ્રભાસપાટણ તા ૩  :  સોૈરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા ગીર સોમનાથ જીલ્લાને નવું સેન્ટર આપવામાં આવેલ, હવે ગીર-સોમનાથ જીલ્લાના યુવા ખેલાડીઓ સોૈરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનની ટુર્નામેન્ટ રમવા માટે લોકલ ખેલાડી તરીકે ગીર સોમનાથ જીલ્લાની ક્રિકેટ ટીમમાંથી રમી શકશે. ક્રિકેટ એસો. વાવડી દ્વારા ગીર-સોમનાથ જીલ્લાના યુવા ખેલાડીઓમાં રાજય અને નેશનલ કક્ષાએ આગળ વધે તેવા હેતુથી નયન કેશવાલા, ભાવેશ સોલંકી, પંકજ મેવાડા, કિશન બારડ અને તેમની ટીમ દ્વારા યુવા ખેલાડીઓ આગળ વધે અને ગીર-સોમનાથ જીલ્લાનું નામ રોશન કરે તેવા પ્રયત્નો કરી રહેલ છે.

ગીર-સોમનાથ જીલ્લાને નવુ સેન્ટર મળતા ક્રિકેટ એસોસીએશન વાવડી દ્વારા ગામના સરપંચ વરજાંગભાઇ ચુડાસમા, અને ગામના લોકોએ સરપંચનું સન્માન કરવામાં આવેલ.

આ તકે ઉંબા ગામનાં ભરતભાઇ જોરા, નાથાભાઇ જોરા, ભરતભાઇ બજાણીયા, પ્રકાશભાઇ સોલંકી, સાગરભાઇ વાળા, કાનાભાઇ ગોહેલ, ભગતભાઇ જોરા, બોઘાભાઇ જોરા, કેતનભાઇ બામણીયા અને બજરંગ ગ્રુપના યુવા મિત્રો અને મોટી સંખ્યામાં ગામજનોની હાજરીમાં સન્માન કરવામાં આવેલ, વાવડી ગામના સરપંચ જગમાલભાઇ જમોડનું પણ સન્માન કરવામાં આવેલ. વાવડી ગામના આગેવાનો ગોવિંદભાઇ સોલંકી, રમેશભાઇ કેશવાલા, અને મોટી સંખ્યામાં ગામલોકોની હાજરીમાં સન્માન કરવામાં આવેલ.

(11:46 am IST)