Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

કેશોદના માર્કેટયાર્ડમાં 23 હજાર ગુણીઓનો ભરાવો : ગોડાઉનની અવ્યવસ્થાના કારણે ખેડૂતોમાં નારાજગી

નારાજ થયેલા ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો

જૂનાગઢના કેશોદ માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ હંગામો મચાવ્યો. માર્કેટયાર્ડમાં અવ્યવસ્થાને લઈને નારાજ થયેલા ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોના દાવા પ્રમાણે કેશોદ માર્કેટયાર્ડમાં 23 હજાર ગુણીઓનો ભરાવો થઈ ગયો છે અને માર્કેટ યાર્ડ ભરાઈ જવાના કારણે ખેડૂતોને પોતાની મગફળી ખુલ્લામાં રાખવી પડી રહી છે.

  છેલ્લા બે દિવસથી કેશોદ માર્કેટ યાર્ડ મગફળીથી છલકાઈ ગયું છે. અને તેના કારણે ખેડૂતોને પોતાની મગફળી ખુલ્લામાં રાખવી પડી રહી છે. ખેડૂતોએ એવો પણ દાવો કર્યો છે કે ગુણીઓ ખુલ્લામાં રાખવાના કારણે તેમની મગફળી બગડી રહી છે. ખેડૂતોના દાવા મુજબ અત્યાર સુધીમાં 1700 ગુણીઓ ગોડાઉનમાંથી રિજેક્ટ થઈને પરત આવી છે.

(11:58 pm IST)