Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

વડિયા પાસે બાઇક અને એસટી બસ નું ગમખ્વાર અકસ્માત અકસ્માતમાં બાઇક સવાર તાલુકા પચાયત પૂર્વ પ્રમુખનું ઘટના સ્થળે મોત

વડિયા : વડીયા તાલુકાના અનિડા ગામ પાસે સામેથી આવતી અમરેલી ડેપોની એસટી બસ જે અમરેલી ધોરાજી રૂટ પર જઇ રહી હતી તે સમયે વડીયાથી પોતાના ગામે સનાળા મુકામે જતા કુંકાવાવ તાલુકા પચાયત ના પૂર્વ પ્રમુખ બધાભાઈ મયાત્રા .આશરે ૫૫ વર્ષ જે પોતાનું બાઇક gj14 q 6066 લઈને જતા હતા તે સમયે સામે થી  આવતી અમરેલી ધોરાજી રૂટની એસટી બસ gj18z 0589 સાથે અનિડા ગામ પાસે અકસ્માત થતા બધાભાઈ ને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત નિપજેલ હતું ત્યારે અંગે એસટી દ્રાઈવર વિજયભાઈ મારું ના જણાવ્યા મુજબ અનિડા ગામ પાસે હું મારી એસટી બસ લઈને જતો હતો તે સમયે બધાભાઈ પોતાનું બાઇક લઈને સામે થી આવતા હતા ત્યારે અકસ્માત સર્જાયો જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું. અંગે વડિયા પોલીસને જાણથતા તેઓ ઘટના સ્થળે પહોચી એસ.ટી બસ અને બાઈક કબજામા લઈને આગળની કાયૅવાહી હાથ ઘરેલ............તસ્વીર જીતેશગીરી ગોસાઈ વડિયા......

(10:08 pm IST)
  • પાકિસ્તાને દરિયામાંથી અપહરણ કરેલ માછીમારોની સંખ્યામાં વધારો : પાકમરીને ૮ બોટ અને ૪૨ માછીમારોને પકડી લીધા હોવાનું બહાર આવ્યુ : તમામ બોટ પોરબંદરની access_time 5:55 pm IST

  • અમદાવાદના ચાણકય બ્રીજ પાસે મારૂતિ વાન ભળભળ સળગી : કોઈ જાનહાની નથી access_time 5:54 pm IST

  • બાબા અમરનાથના ભક્તો માટે ખુશખબર : ૨૮ જૂનથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ તીર્થ યાત્રા માટે એડ્વાન્સ રજિસ્ટ્રેશન ૧લી માર્ચથી શરૂ થશે : દેશભરમાં પંજાબ નેશનલ બેન્ક, જમ્મુ- કાશ્મીર બેન્ક, યશ બેન્કની ૪૩૦ શાખામાં અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન ૧લી માર્ચથી શરૂ થઈ જશે. access_time 3:04 pm IST