Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

છાંયા નગરપાલિકાના ૮ કોર્પોરેટરો અને ૪ પૂર્વ પ્રમુખોએ ભાજપ સાથે છેડો ફાડયોઃ કોંગ્રેસમાં જોડાયા

પોરબંદર તા. ૩ :.. છાંયા નગરપાલિકાની ચૂંટણીના અનુસંધાને ૮ કોર્પોરેટરો અને ૪ પૂર્વ પ્રમુખે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાઇ જતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.

બીનાબેન મંગરા, સુરેશભાઇ થાનકી, ભોજા કાના ખૂંટી, અંજનાબેન ગોસ્વામી સહિતના કોંગ્રેસમાં જોડાઇ ગયા છે.

૧ર આગેવાનો ર૦૦૦ થી રપ૦૦ કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાઇ ગયા છે.

ભાજપ દ્વારા ઉપેક્ષા થતી હોવાથી નારાજગી વ્યકત કરીને કોંગ્રેસમાં જોડાઇ ગયા છે.

(5:00 pm IST)