Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

રજત જયંતિ મહોત્સવ

હાલારતિર્થ આરાધનાધામ જીનાલયમાં ૧૪ દિ' ભકિતભીનો ઉત્સવ

૮મી સુધીનાં આ મહોત્સવમાં વરસીદાન વરઘોડો-દેરાસરોમાં અભિષેક સહિતના ધર્મભીનાં આયોજનોઃ ૧પ૦ ફુટનાં 'દેવ વિમાને' આકર્ષણ જમાવ્યું: દેશ-વિદેશનાં હજારો ભાવિકો ઉમટયા

હાલારતિર્થ આરાધનાધામ જીનાલયનાં રજત જયંતી મહોત્સવની ઝાંખી કરાવતી તસ્વીરો. (પ-૧પ)

ખંભાળીયા તા. ૩ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લાના તિર્થધામ આરાધનાધામ હાલારતીર્થમાં જિનાલયનો રજત જયંતિ સમારોહ ચાલી રહ્યો છે જેમાં રોજ ૪ થી પ હજાર ભાવિકો દર્શનાર્થે પધારી રહ્યા છે.

૧૯૮પ માં ખંભાળીયાના મુળ નિવાસી તથા આફ્રિકામાં રહેતા વાઘજી નાગપર શાહ દ્વારા હાલારતીર્થ આરાધનાધામ ની સ્થાપના કરવામાં આવી હતી તથા ૧૯૯૩ માં મહાવીર સ્વામી જિનાલયની સ્થાપના કરવામાં આવી હતી. જેને રપ વર્ષ પુરા થતા ભવ્ય ઉજવણી તા. ર૧-૧ર- થી શરૂ કરાઇ છે જેનો ૮ મીએ પુર્ણાહૂતિ થશે.

ર૧-૧ર-૧૭ ના રોજ ઉપધાન તપનો પ્રારંભ થયો હતો. તથા પ-૧ થી ૮-૧ સમસ્ત ભારતના જૈન તત્વ પ્રચારક ટ્રસ્ટના શિક્ષક ભાઇ-બહેનોનું સન્માન યોજાયું હતું. તા. ર૧-૧ ના રોજ વિહારના ગામોમાં ભકિત કરતા ભાવિકોનું બહુમાન કરાયુ હતું તથા તા. ર૬-૧ ના હાલારના જિનાલયોના તમામ પુજારીઓનું સન્માન કરાયું હતું.

ચૌદ દિવસ કાર્યક્રમો

જૈન મૂનિ પ.પૂ. પન્યાસ શ્રી વ્રેજસેનવિજયજી મહારાજ તથા પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ વિજયહેમપ્રભસુરીશ્વરજી મહારાજની નિશ્રામાં તા. ર૬-૧ થી તા. ૮-ર સુધી ચૌદ દિવસના ભવ્ય કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

તા. ર૬-૧ ના મુમુક્ષુ શ્રેયાંસકુમાર બીપીનભાઇ હરીયાના વરસીદાત વરઘોડો, ર૭-૧ ના શ્રેયાંસકુમારની દીક્ષા તથા દેરાસરોમાં અભિષેક, ર૯-૧ ના મહાપૂજા વર્ષ ગાંઠની ઉજવણી ૩૦-૧ ના કુંભ સ્થાપન, માણેકસ્તંભ, ઘ૧-૧ ના પશુરોગ નિદાન કેમ્પ  તમામ જિલ્લાઓમાં અભિષેક

આ ઉજવણીમાં તા.ર૮ જાન્યુઆરીએ હાલારના પર ગામોના તમામ જિનાલયોમાં સવારે ૧૦-૦૩ મીનીટે એક જ સાથે ઐતિહાસિક રીતે જિનાલયોમાં અભિષેકનું ભવ્ય આયોજન કરાયુ હતુ.

૧પ૦ ફુટ ઉંચુ દેવ વિમાન

રપમી વર્ષગાંઠ નિમિતે આરાધના ધામમાં ભવ્ય રીતે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧પ૦ ફુટની ઉંચાઇનું દેવ વિમાન બનાવાયુ હતુ. વિશાળ ક્રેઇન સાથે રિલાયન્સના સહયોગથી ધ્વજારોહણ કરાયુ હતુ. ધ્વજારોહણ વિધિમાં હજારો ભાવિકો જોડાયા હતા તથા વાઘજી નાંગપાર શાહ દાતા પરિવાર તથા પ્રેમચંદ ફુલચંદ પરિવાર મહોત્સવના મુખ્ય દાતા કેશુભાઇ લંડનવાળા પરિવાર દ્વારા રંગોળી તથા ભગવાનની આંગી તથા સાજ શણગાર પણ સુંદર રીતે કરાયા હતા.

દેશ-વિદેશોથી હજારો  ભાવિકો ઉમટયા

આરાધના ધામ ખાતે યોજાયેલા આ રજત જયંતિ સમારોહમાં લંડન, ઇગ્લેન્ડ, અમેરિકા, નાઇરોબી, ઓસ્ટ્રેલીયા, મોળાસા, કંપાળા, કેન્યા તથા ભારતભરના શહેરો તથા ગુજરાતના તમામ શહેરો તથા મુંબઇ પાલીતાણામાંથી હજારો ભકતોનું આગમન રોજ થઇ રહ્યુ છે તથા સમગ્ર કાર્યક્રમનો લાભ લેનારાઓની સંખ્યા લાખોની થશે.

અનેક સંસ્થાનો સહયોગ

આરાધના ધામ ખાતે યોજાયેલા આ ભવ્ય રજત જયંતિ મહોત્સવના કાર્યક્રમોમાં દેશભરના તથા વિદેશોથી પણ મોટી સંખ્યામાં ગ્રુપો સાથે ભાકિો સમગ્ર કાર્યક્રમોમાં જોડાયા હતા.

નવુ હરિપર મિત્ર મંડળ, દાંતા ગામ મિત્ર મંડળ, મોટા આંબળા મિત્ર મંડળ, મોટા લખિયા મિત્ર મંડળ, સત્યપુત પરિવાર, અરિહંત પરિવાર મુલુડ, ચંપા વિહાર ગ્રુપ જોડાયા હતા.

જૈનમુનીઓની ઉપસ્થિતિ

સમગ્ર ધાર્મિક આયોજનમાં પ.પૂ.પન્યાસ પ્રવર મુતિરાજ શ્રી વ્રજસેન વિજયજી મહારાજ, હેમપ્રભસુરીજી મહારાજ, યશપ્રેમ સુરીશ્વરજી મહારાજ, કમલસેન વિજયજી મહારાજ, દેવરત્ન વિજયજી મહારાજ, તીર્થરત્ન વિજયજી મહારાજ, નયનરત્ન વિજયજી મહારાજ, જયધર્મ વિજયજી મહારાજ, જિનધર્મ વિજયજી મહારાજ, જિનભદ્ર વિજયજી મહારાજ, હેમવર્ધન વિજયજી મહારાજ, સુપાશ્વ યશ વિજયજી મહારાજ, હેમધર્મ વિજયજી મહારાજ, હેમરૂચિ વિજયજી મહારાજ, હેમપ્રિતિ વિજયજી મહારાજ તથા સાધ્વીઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતા.

સમગ્ર મહોત્સવના કન્વીનર તરીકે જામનગરના શ્રી આર.કે.શાહ હતા જયારે તેમની સાથે હાલાર તીર્થ આરાધના ધામ પાંજરાપોળના મુંબઇ જામનગરના ટ્રસ્ટીઓ જોડાયા હતા.

ભવ્ય ડોમ, શણગાર તથા શમીયાણા સાથેના આ કાર્યક્રમમાં લાભ લેવા રોજ હજારો ભાવિકો આવતા હોય મંદિરના શણગારના દર્શન માટે પણ ભાવિકો રોજ આવી રહ્યા છે તથા આરાધના ધામના મેનેજરશ્રી સુધીરભાઇ પંડયા અને તેમની ટીમ દ્વારા સમગ્ર વ્યવસ્થા થઇ છે તથા રપ પોલીસ સ્ટાફ પણ રોજ વ્યવસ્થામાં ગોઠવાયો છે. (પ-૧૪)

સેવાકીય પ્રવૃતીઃ સુપર સ્પેશ્યાલીટી આરોગ્ય કેમ્પમાં ૮૦૦ દર્દીઓની સારવાર

ખંભાળીયાઃ આરાધના ધામ હાલારતીર્થ ખાતે જિનાલયની રજત જયંતી ઉત્સવમાં સેવાકીય પ્રવૃતિ કેમ્પનું પણ આયોજન કરાયું હતું.

સુપર સ્પેશ્યાલીટી કેમ્પ યોજાયો હતો. જેમાં હ્રદયરોગ, કીડની તથા લીવરના રોગોના ૮૦૦ થી વધુ દર્દીઓએ નિદાન તથા સારવારનો લાભ લીધો હતો. જેમાં ૧ર દર્દીઓની બાયપાસ સર્જરી ૧પ૦ને હિયરીંગ એઇડસ ૩૦ના મોતીયાના ઓપરેશન કરાવાયા હતા તથા પાંચને કૃત્રિમ હાથ પણ આપવામાં આવ્યા હતા.

પશુરોગ નિદાન સારવાર કેમ્પમાં ૯પ૦ ઘેટા બકરાને વેકશીન, ૪૬ને ઓપરેશન તથા ૯ને ગાયનેક ઓપરેશન કરાવવા વ્યવસ્થા કરાઇ હતી.

દેવભુમી જિલ્લાના ૪૦૦ કુપોષીત બાળકોને માટે પ્રોટીન અને વિટામીન યુકત ખોરાક આપવા માટેનો કેમ્પ યોજાયો હતો. જેમાં તબીબોએ બાળકોને પોષણયુકત ખોરાક માટે સમજાવ્યા હતા તથા વાલીઓને પણ માર્ગદર્શન અપાયું હતું. (૪.૧૫)

(4:16 pm IST)