Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

હાલારમાં પણ ટીવી રીલે કેન્દ્રો 'ધોળાહાથી'સમાન!!

ઉપયોગ વિના પણ વર્ષે લાખોના આંધણને ડામવા સરકારે ૧૦ થી ૧૨ સ્થળોએ લગાવી દીધા 'તાળા' : ડીટીએચ દ્વારા પ્રસારણના પ્રારંભ સાથે જ 'એન્ટેના યુગ' પૂર્ણાહુતિ તરફ જવા લાગ્યો'તો

ખંભાળિયા તા.૩: ગુજરાત સહિત સમગ્ર ભારતમાં હવે એન્ટેના યુગ પુરો થયો છે અગાઉ લો મીડીયમ અને હાઇ પાવર ટી.વી.રીલે કેન્દ્ર દ્વારા પ્રસારવા એવી જ રીતે એન્ટેનાની મદદથી ટી.વી.દુરદર્શનની ચેનલો જોઇ શકાતી હતી. પરંતુ આધુનિક યુગમાં હવે માત્ર દુરદર્શનની એકજ ચેનલથી કોઇને ચાલે તેમના હોવાથી દુરદર્શને પણ ડી.ટી.એપ. ડીસ દ્વારા એકજ વખત પૈસા આપવાથી આજીવન પ્રસારણ વિનામુલ્યે ૧૦૦-૧૨૫ ચેનલો દુરદર્શનની તથા અન્ય ન્યૂઝ, ફિલ્મ, ચેનલો જોવા મળે તેવું માત્ર ૧૫૦૦ રૂપિયામાં થતા દુરદર્શનના રીલે કેન્દ્રો બંધ કરવા સરકારે મહત્વનો નિર્ણય લીધો છે ત્યારે હવે દ્વારકામાં ટીવી રીલે કેન્દ્રો બંધ થશે કે કેમ? તેવો સવાલ જાગૃત નાગરિકોમાં સંભળાવા લાગ્યો છે

જાણવા મળ્યાનુસાર ગુજરાતમાં ઉમરગામ, ઝઘડીયા, માંગરોળ (સુરત), માંગરોળ (જુનાગઢ), ઉના, ધોરાજી, બાટવા સહિતના ૧૦ થી ૧૨ કેન્દ્રો બંધ કરવામાં આવ્યા છે.

કહેવાય છેકે, ટીવી રિલે કેન્દ્રો શરૂ કરવા માટે જેતે બેઠકના સાંસદો દ્વારા દિલ્હી સુધી રજુઆતોનો દોર થતો હતો. પરંતુ હવે એક એક ટીવી રીલે કેન્દ્ર વર્ષે દહાડે લાખો રૂપિયા ભાડા, લાખોનો નિભાવણી ખર્ચ અને કર્મચારીઓના લાખોના પગારના ખર્ચા કરતુ હોવાથી બંધ થતાની સાથેજ એન્ટેનાયુગની પૂર્ણાહુતિ થઇ જવા પામી છે.

દરમિયાન જાગૃત નાગરિકો તો એમ પણ કહેવા લાગ્યા છે કે, જામનગર, દ્વારકા ખંભાળિયા જેવા કેન્દ્રો હજુ બંધ કરવા નિર્ણય લેવાયો નથી. તો 'ધોળા હાથી'સમાન કેન્દ્રો પણ બંધ કરીને પ્રજાના કરોડો રૂપિયાને બાચવવા જોઇએ.

(12:50 pm IST)