Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

જામનગર શહેર ભાજપે કેન્દ્રીય બજેટને સર્વાગી વિકાલક્ષી ગણાવ્યુ

જામનગર તા.૩: કેન્દ્ર સરકારના નાણામંત્રી અરૂણ જેટલી દ્વારા રજુ થયેલા બજેટમાં શહેર ગ્રામ્ય વિસ્તારો માટે અનેક જોગવાઇ કરવા સાથેજ દરેક વર્ગના લોકો ખાસ કરીને ગરીબ, મધ્યમવર્ગના તથા ખેડુતવર્ગ માટે વિશેષ જોગવાઇઓ હોવાથી  એકન્દરે સંપૂર્ણ રીતે બજેટ ભારતના સર્વાગી વિકાસ માટે ખુબજ ઉપયોગી સાબિત થશે. તેવો વિશ્વાસ વ્યકત કરી જામનગર શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ કેબિનેટમંત્રી આર.સી.ફળદુ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), મેયર પ્રતિભાબેન કનખરા, મહામંત્રી ધર્મરાજસિંહ જાડેજા પ્રકાશ બામભણીયા, વિમલ કગથરા, ડે.મેયર, ભરત મહેતા, સ્ટેન્ડિગ કમિટી ચેરમેન કમલાસિંહ રાજપૂત, દંડક દિવ્યેશ અકબરી શહેર ઉપાધ્યક્ષ આશિષ કંટારિયા સહિત સંગઠનના તમામ પદાધિકારીઓએ આવકાર આપ્યો હતો.

(12:01 pm IST)
  • રાજસ્થાન – મધ્યપ્રદેશ - ગુજરાતમાં પણ રિલિઝ થશે 'પદ્માવત': કરણી સેના તૈયારઃ મુંબઇઃ દુનિયાભરમાં બમ્પર કમાણી કરી રહેલી પદ્માવત હવે જયાં કરણી સેનાનો વિરોધ છે ત્યાં પણ રિલીઝ થશેઃ આ પ્રકારના સંકેતો સ્વયં શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાએ આપ્યો છેઃ એટલુ જ નહિ કરણી સેના તરફથી ભણસાલી પ્રોડકશનને ભરોસો અપાયો છે કે અમે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાતમાં વિરોધ નહી કરીએઃ આ બધુ કરણી સેનાએ એક પત્રના માધ્યમથી કહ્યુ છે access_time 11:57 am IST

  • જમ્મુ કાશ્મીરના ત્રાલમાં સીઆરપીએફના કાફલા ઉપર ગ્રેનેડ હુમલોઃ ૨ જવાન તથા ૨ સ્થાનિક લોકો ઇજાગ્રસ્ત access_time 3:33 pm IST

  • બાબા અમરનાથના ભક્તો માટે ખુશખબર : ૨૮ જૂનથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ તીર્થ યાત્રા માટે એડ્વાન્સ રજિસ્ટ્રેશન ૧લી માર્ચથી શરૂ થશે : દેશભરમાં પંજાબ નેશનલ બેન્ક, જમ્મુ- કાશ્મીર બેન્ક, યશ બેન્કની ૪૩૦ શાખામાં અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન ૧લી માર્ચથી શરૂ થઈ જશે. access_time 3:04 pm IST