Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

વાંકાનેરની યુવતીને બ્લેકમેઇલ કરનાર સાધુ ગૌતમનાથ ૪ દિ'ના રિમાન્ડ પર

સાધુના મોબાઇલમાં ૩ વોટસએપ, એક ફેસબુક તથા બે ઇન્સ્ટ્રાગ્રામના એકાઉન્ટર મળ્યાઃ બંને મોબાઇલ ફોરેન્સીક લેબમાં મોકલાયા

મોરબી તા.૩ : મોરબી જીલ્લાના વાંકાનેરની યુવતિને બોગસ ફેસબુક એકાઉન્ટની માયાજાળમાં ફસાવી બિભત્સ ફોટો મંગાવી લગ્નનું દબાણ કર્યાની અરજીના આધારે મોરબી જીલ્લા એલસીબીએ ઝડપી લીધેલ સાધુને ચાર દિવસના રિમાન્ડ પર સોપ્યો છે તેમજ સાધુના બંને મોબાઇલની ઉંડાણપુર્વકની તપાસ કરવા મોબાઇલ ફોરેન્સીક લેબમાં મોકલી અપાયા છે. વાંકાનેરની એક યુવતિને એક શખ્સ યુએના નામે ફેસબુક એકાઉન્ટમાં ચેટીંગ કરી તેને મોહજાળમાં ફસાવી તેની પાસેથી બિભત્સ ફોટો મંગાવી બ્લેકમેઇલીંગ કરનાર ધોરાજીના કલાણાનો સાધુ ગૌતમ ઉર્ફે ગૌતમનાથ જગદીશચંદ્ર ગોંડલીયા હોવાનું સ્પષ્ટ થતા મોરબી એલસીબીએ તેને ઝડપી લીધો હતો. પ્રકરણની પુરી તપાસ કરવા સાધુને ૭ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાતા કોર્ટે તેના ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

આ કેસના તપાસનીશ એએસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યુ હતુ કે, ઉચ્ચ અભ્યાસ કરનાર અને સાધુ બન્યા બાદ ગોરખંધાના રવાડે ચડી ગયેલ આ શખ્સ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં ખુબ માહેર છે તેના એક મોબાઇલમાં ત્રણ વોટસએપ અને એક ફેસબુક એકાઉન્ટ તથા બે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે તેના બંને મોબાઇલમાંથી અશ્લીલ સાહિત્ય મળી આવ્યુ છે. આથી તે વધુ કોઇ યુવતિઓને આ રીતે ફસાવી બ્લેકમેઇલ કરતો હતો કે કેમ, તે જાણવા તેના તમામ સોશ્યલ મીડીયાના એકાઉન્ટની તપાસ કરવા તેના બંને મોબાઇલ ફોરેન્સીક લેબમાં મોકલાયા છે અને તપાસ ચાલી રહી છે.

(11:56 am IST)