Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

મોરબી જિલ્લાની આઠ ગ્રામ પંચાયતમાં ચુંટણીના પડઘમઃ કાલે મતદાન

મોરબી તા. ૩ : રાજયભરમાં યોજાનાર ગ્રામ પંચાયત ચુંટણીમાં મોરબી જીલ્લાની ૧૪ ગ્રામ પંચાયત ચુંટણીઓ થનાર હતી જોકે ૧૪ પૈકીની છ ગ્રામ પંચાયત સમરસ થતા હવે આઠ ગ્રામ પંચાયતમાં ચુંટણી યોજાશે. મોરબી જીલ્લાની ભડિયાદ, દ્યુનડા, ધૂળકોટ, આમરણ, ફાટસર, સામપર, ઉં. શામપર, અને બેલા (આમરણ) માં ચુંટણી યોજાશે જયારે બીલીયા, ઝીંઝુડા, જીવાપર (આ), ડાયમંડનગર, કેરાલી અને ગજડી એ છ ગ્રામ પંચાયત સમરસ બની છે તેવી જ રીતે જીલ્લાની અન્ય ૨૩ ગ્રામ પંચાયતમાં પેટા ચુંટણીઓ યોજવામાં આવશે જયાં વોર્ડ ની કે અન્ય એકાદ બેઠકની પેટા ચુંટણી યોજાશે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓ આટોપી લેવામાં આવી છે અને ગ્રામ પંચાયત ચુંટણીના પડદ્યમ વાગી રહ્યા છે જેમાં કાલે તા. ૪ ફેબ્રુઆરીના રોજ મતદાન થવાનું છે.

(11:48 am IST)