Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

મોરબીના વોર્ડ નં. ૧૧માં પ્રાથમિક સુવિધાઓ આપવાની માંગણી

પાલિકાના બજેટમાં આ વોર્ડના વિકાસકામોના એજન્ડનો સમાવેશ કરો

મોરબી તા. ૩ : મોરબી નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં વાર્ષિક અંદાજપત્ર રજુ કરવામાં આવનાર છે ત્યારે વોર્ડ નં ૧૧ ના વિવિધ કામો બાકી હોય જે એજન્ડાઓ સામેલ કરવાની માંગ મહિલા કાઉન્સિલર દ્વારા કરવામાં આવી છે.

વોર્ડ નં ૧૧ મહિલા કાઉન્સિલર કુસુમબેન કરમશીભાઈ પરમારે પાલિકા પ્રમુખને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે લાયન્સનગર જીઇબીની ઓફીસ બાજુમાં આવેલા મંદિર સુધીનો સીસીરોડ, વાડી વિસ્તારો વચ્ચેના રોડ બિસ્માર હોય જેથી સીસીરોડ કરવા, કંડલા બાયપાસ પાસે કેનાલનો રોડ બનાવવા, બાયપાસ સુધીનો જુનો રસ્તો તથા નજીકની શેરીમાં રોડ રસ્તાના કામો બનાવવા માંગ કરી છે. તે ઉપરાંત આ વિસ્તારમાં પાણીની સમસ્યા પણ જોવા મળે છે અને પાણી ઉપરાંત સ્ટ્રીટ લાઈટનું કામ પણ બાકી હોય, સફાઈ બાબતે ઉદાસીનતા જોવા મળે છે અને ભૂગર્ભ ગટર ના પ્રશ્નો પણ હોવાથી આ તમામ કામો અંગે બજેટમાં એજન્ડાઓનો સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

(11:47 am IST)