Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

વાહન ચાલકો ટ્રાફીક નિયમોના ભંગ ન કરે તો અકસ્માતો નિવારી શકાય

પોરબંદરમાં ટ્રાફીક સપ્તાહ ઉજવણીઃ યુવા જાગૃતિ શિબિરનો પ્રારંભ

પોરબંદર તા. ૩ :.. ટ્રાફીક પોલીસ બ્રાન્ચ દ્વારા તાજેતરમાં ટ્રાફીક સપ્તાહ ઉજવણી અંતર્ગત યુવા જાગૃતિ શિબિર સંપન્ન થઇ હતી. પ્રારંભમાં કોલેજના ઇન્ચાર્જ આચાર્ય હિનાબેન ઓડેદરા એ જણાવ્યું હતું કે નાગરીકોને પરિવહનને લગતા નિયમોની જાણકારી શિક્ષણ, જાહેરખબરો અને જનજાગૃતિ  કાર્યક્રમોને વધાવી ઉપસ્થિત મહાનુભાવોને આવકાર્ય હતાં.

ટ્રાફીક શાખાના પી. એસ. આઇ. એચ. એચ. વ્યાસે જણાવ્યું હતું કે યુવાનોએ સીટબેલ્ડ તથા હેલ્મેટના ઉપયોગ કરવા અને વાહન હાંકતી વેળા વાહન ચાલકે મોબાઇલનો ઉપયોગ ન કરવા આહવાન કર્યુ હતું.

ડો. ઇશ્વરભાઇ ભરડા શહેરોમાં દિનપ્રતિ  દિન ટ્રાફીકની સમસ્યા વધી રહી છે ત્યારે પ્રદુષણ દૂર કરવા સ્વાસ્થ્ય માટે સાયકલનો ઉપયોગ કરવા યુવા પેઢી નાનપ ન અનુભવે વાહન ચાલકો ટ્રાફીક નિયમોનું ઉલ્લંઘન ન કરે તો મોટા ભાગના અકસ્માતો નિવારી શકાય છે.

શિબીરમાં ટ્રાફીકના નિયમોનું પાલન કરવાના પીએસઆઇ વ્યાસે સંકલ્પ લેવડાવ્યા હતાં. કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રોફેસર બંસરીબેન ઠાકરે તથા આભારવિધી પ્રોફે. મનીષાબેન ઓડેદરાએ કરી હતી.

(11:46 am IST)