Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

પોરબંદર, મોરબી, રાજપીપળા, અમદાવાદ જીલ્લાઓમાં ચોરી આચરનાર ડેરી વડાળાના વિપ્રને પકડી પાડી ૬ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલતી જામનગર એલસીબી પોલીસ

જામનગર, તા., ૩: જામનગરના પોલીસ અધિક્ષક પ્રદીપ શેજુળના માર્ગદર્શન તથા એલસીબી પો.ઇન્સ. આર.એ.ડોડીયાની સુચના મુજબ એલસીબી સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં નાઇટ રાઉન્ડમાં પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન એલસીબી સ્ટાફના પો.કોન્સ. ભગીરથસિંહ સરવૈયા તથા હરદીપભાઇ ધાંધલને મળેલ હકીકતના આધારે રણજીત સાગર રોડ ઉપર પટેલ પાર્કમાં શેરી નંબર-ર માંથી અગાઉ અસંખ્ય ઘરફોડ ચોરી આચરનાર ઇસમ તેજસભાઇ શાંતીલાલ પંડયા રહે. ડેરી વડાળા તા. કાલાવડ હાલ ગાંધીનગર, જામનગર વાળો શંકાસ્પદ હાલતમાં ચોરી કરવાના ઇરાદે મળી આવતા મજકુરને પકડી પાડી તેમના કબ્જામાંથી વીવો કંપનીનો મોબાઇલ ફોન-૧ કિ. રૂ. ૧પ૦૦૦નો કબ્જે કરવામાં આવેલ હતો. મજકુર ઇસમને પુછપરછ દરમ્યાન અગાઉ એલસીબી પોલીસે ૩પ ચોરીના ગુનામાં પકડેલ હતો. મજકુર જામીન મુકત થયા નીચે મુજબની છ ચોરીઓ કરેલની કબુલાત કરેલ છે.

ત્રણેક વર્ષ પહેલા રાત્રીના સમયે પોરબંદરમાં ટોલનાકા પહેલા આવેલ રાજલ સેજલ માતાના આશ્રમમાં તાળા તોડી અંદરથી રોકડ રૂપીયા ૧,૧૦,૦૦૦ ની ચોરી કરેલ હતી.

એકાદ મહિના પહેલા રાજપીપળાથી એકાદ કીલોમીટર આગળ રોડઉપર પતારાવાળા રૂમમાં એક મોબાઇલ ફોનની ચોરી કરેલ હતી.

પચીસેક દિવસ પહેલા રાત્રીના બાવળાથી દશેક કિલો મીટર રાજકોટ તરફ મેલડી માતાના મંદિરમાં રાત્રીના દર્શન કરવા આવનાર યાત્રાળુ સુતા હોય તેઓના થેલામાંથી દસેક હજાર રૂપીયાની ચોરી કરેલ હતી.

વિસેક દિવસ પહેલા કાલુપુર રેલ્વે સ્ટેશનની બહાર ત્રણ રાત્રી રોકાયેલ ત્યા રેલ્વે સ્ટેશનમાં રાત્રીના પેસેન્જરો સુતા હોય આ સુતેલ ત્રણ પેસેન્જરોના ખિસ્સામાંથી આશરે આઠેક હજાર રૂપીયાની ચોરી કરેલ  હતી.

બારેક દિવસ પહેલા રાત્રીના મોરબી ભુજ રોડ ઉપર એક મોટી હોટલની બાજુમાં પંચરવાળાની કેબીનમાં પંચરવાળા ભાઇ સુતા હોય તેમના થેલામાંથી રોકડ રૂ. ર૦,૦૦૦ની ચોરી કરેલ હતી.

બારેક દિવસ પહેલા રાત્રીના મોરબી બાયપાસ નજીકથી કેબીનમાં બહાર સુતેલ ઇસમ પાસેથી રોકડ રૂ. ૮૦૦૦ની ચોરી કરેલ હતી.

મજકુર આરોપી જેલમાંથી મુકત થયા રાત્રી દરમ્યાન હાઇવે રોડ ઉપરના આશ્રમ, મંદિરો તથા પેસેન્જરોને ટાર્ગેટ કરી ચોરીઓને અંજામ આપતો.

આ કાર્યવાહી વી.એમ.લગારીયા, પો.સ.ઇ. વી.વી.વાગડીયા તથા એલસીબી સ્ટાફના જયુભા ઝાલા, વશરામ આહીર, બસીરભાઇ મલેક, હરપાલસિંહ સોઢા, હરેન્દ્રસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, ગજેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ બી.જાડેજા, મીતેશભાઇ પટેલ, હરદીપભાઇ ધાંધલ, ભગીરથસિંહ સરવૈયા, કમલેશભાઇ રબારી, દિનેશભાઇ ગોહીલ, લક્ષ્મણભાઇ ભાટીયા, એ.બી.જાડેજા, અરવિંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(11:44 am IST)
  • વેરાવળના ડાભોર ગામે નવજાત બાળકી મળી : બાવળની જાળીમાં કોઈએ તરછોડી દીધેલી માસૂમ બાળકીને પોલીસે સારવાર હેઠળ ખસેડી access_time 5:54 pm IST

  • પદ્માવત ફિલ્મ ગુજરાતમાં રિલીઝ ન થતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે ત્યારે પોતાના મતવિસ્તારની મુલાકાતે આવેલા ભાજપ સાંસદ પરેશ રાવલે જણાવ્યુ હતું કે કોઇપણ ફિલ્મ પર પ્રતિબંધ ન મૂકાવો જોઇએ. કોઇ સમાજની લાગણી દુભાઇ હોય તો તે સમાજના અગ્રણીઓ અને ફિલ્મ નિર્માતાએ સાથે બેસીને ચર્ચા કરવી જોઇએ અને શાંતિથી કોઇપણ વિવાદનું નિરાકરણ કાઢવું જોઈએ. access_time 2:37 pm IST

  • જમ્મુ કાશ્મીરના ત્રાલમાં સીઆરપીએફના કાફલા ઉપર ગ્રેનેડ હુમલોઃ ૨ જવાન તથા ૨ સ્થાનિક લોકો ઇજાગ્રસ્ત access_time 3:33 pm IST