Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

લાટી ગામની આહીર યુવતિ મલેશિયામાં યોગમાં પ્રથમ

પ્રભાસપાટણ, તા. ૩ : સુત્રાપાડા તાલુકાના લાટી ગામની ખેડૂત પરિવારની એક માત્ર સંતાન સોલંકી ભારતીબેન રાણાભાઇ જુદા જુદા દેશોની મેલેશિયા ખાતે યોજાયેલ યોગોની સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. અગાઉ પણ તેઓએ જુદા જુદા દેશોમાં યોગામાં નંબર વન મેળવેલ છે અને તેઓએ લાટી ગામનું નામ અને આહીર સમાજનું નામ દેશ-વિદેશમાં રોશન કરેલ છે.

લાટી ગામના પાટીયાથી સમગ્ર ગામમાં ઢોલ-નગારાની રમઝટ સાથે ગામમાં સૌવ લોકોમાં ભારતીબેનનું સ્વાગત કરેલ હતું. આ તકે સુત્રાપાડા તા.પં.ના સદસ્ય સોલંકી નારણભાઇ, રાણાભાઇ જેસાભાઇ, અરમણભાઇ હાજાભાઇ, ભીખાભાઇ દાનાભાઇ, ઉપસરપંચ દેવાતભાઇ કાનાભાઇ, દલિત સમાજના અગ્રણી નારણભાઇ જેઠાભાઇ તેમજ રાણાભાઇ હાજાભાઇ, દેવસીભાઇ કાનાભાઇ, ભરતભાઇ ભીખાભાઇ, જેશાભાઇ દેવસીભાઇ, જેસુકભાઇ પટાર સહિતના આગેવાનો અને ગામના ભાઇ-બહેનોએ સન્માન કરેલ હતું તેમ સોલંકી વિજયભાઇ કાળાભાઇની યાદીમાં જણાવવામાં આવેલ છે. (તસ્વીર : દેવાભાઇ રાઠોડ-પ્રભાસ પાટણી)

(11:40 am IST)