Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

નવાબંદરમાં જુગાર રમતા ૯ ઝડપાયા

 ભાવનગર જીલ્લામાં દારૂ-જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સારૂ ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલે હાથ ધરેલ ઝુંબેસના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી ડી.ડી.પરમારની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ. બલવિરસિંહ જાડેજા તથા જીતેન્દ્રસિંહ જાડેજાર્નેં મળેલ સંયુકત બાતમી આધારે મોડી રાત્રીના નવાબંદર મહાકાળીમાના મંદિર પાસે રેઇડ જાહેરમાં ગંજીપાનાતથા રોકડ રકમ વડે હારજીતનો જુગાર રમતા ઇસમોઙ્ગ(૧) સુરાભાઇ ઓઘાભાઇ વિસાવડીયા (૨) ભરતભાઇ રવજીભાઇ ગોહિલ (૩) ખીમજીભાઇ જીવરાજભાઇ રાઠોડ (૪) સોંડાભાઇ સોમાભાઇ પરમારઙ્ગ (૫) અજયભાઇ કાળુભાઇ રાઠોડ (૬) જગદીશભાઇ ઉર્ફે જગો લાલાભાઇ રાઠોડ રહે. કુંભારવાડા બાનુબેનનીવાડી (૭) ખલીલ બાબુભાઇ હબીબાણી રહે. આઇ.ટી.આઇ. પાસે પેડક (૮) હેમંત જેન્તીભાઇ સોલંકી રહે. કુંભારવાડા અપનાનગર ખારમાં ભાવનગરઙ્ગ (૯) ભરતભાઇ આતુભાઇ બારૈયા રહે. કુંભારવાડા વાળાઓને રોકડ રૂપિયા ૨૩૪૫૦ તથા મોબાઇલ ફોન-૮ તથા મોટર સાયકલ-૧ તથા ગંજી પાના તથા પાથરણું મળી કુલ રૂપિયા ૬૩૪૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ હતા જયારે કનુભાઇ ઓઘાભાઇ વિસાવડીયા રહેવાસી નવાબંદર નાશી ગયેલ હતો. આ કામગીરીમાં તથા ઘોઘારોડ પો.સ્ટે.ના પો.સ.ઇ. એમ.વી.દાફડા તથા  તથા યોગેન્દ્રસિંહ ગોહીલ તથા સોહિલભાઇ ચોકીયા તથા નીતીનભાઇ ખટાણા તથા હરેશભાઇ ઉલવા તથા તથા પ્રદિપસિંહ ગોહિલ તથા રાજદીપસિંહ ગોહીલ તથા અતુલભાઇ ચુડાસમા તથાઙ્ગ ડ્રાઇવર મહેન્દ્રસિંહ ગોહીલ જોડાયા હતા.

(11:39 am IST)
  • રાજસ્થાન – મધ્યપ્રદેશ - ગુજરાતમાં પણ રિલિઝ થશે 'પદ્માવત': કરણી સેના તૈયારઃ મુંબઇઃ દુનિયાભરમાં બમ્પર કમાણી કરી રહેલી પદ્માવત હવે જયાં કરણી સેનાનો વિરોધ છે ત્યાં પણ રિલીઝ થશેઃ આ પ્રકારના સંકેતો સ્વયં શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાએ આપ્યો છેઃ એટલુ જ નહિ કરણી સેના તરફથી ભણસાલી પ્રોડકશનને ભરોસો અપાયો છે કે અમે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાતમાં વિરોધ નહી કરીએઃ આ બધુ કરણી સેનાએ એક પત્રના માધ્યમથી કહ્યુ છે access_time 11:57 am IST

  • 24 કલાકમાં 6 એન્કાઉન્ટર : કાસગંજ હિંસા બાદ યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું કે કોઇપણ પ્રકારના અરજકતા ફેલાવનાર તત્વોને સહન કરવામાં આવશે નહીં. જે બાદ 24 કલાકમાં યુપી પોલીસે લખનઉ, ગોરખપુર, મુઝફ્ફરનગર, નોએડા, મેરઠ અને કન્નોજમાં એન્કાઉન્ટર કર્યાં. શનિવારે લખનઉમાં પોલીસ અને બાવરિયા ગેંગ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. જેમાં 4 ડાકૂની ધરપકડ કરવામાં આવી છે. access_time 1:42 pm IST

  • પદ્માવત ફિલ્મ ગુજરાતમાં રિલીઝ ન થતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે ત્યારે પોતાના મતવિસ્તારની મુલાકાતે આવેલા ભાજપ સાંસદ પરેશ રાવલે જણાવ્યુ હતું કે કોઇપણ ફિલ્મ પર પ્રતિબંધ ન મૂકાવો જોઇએ. કોઇ સમાજની લાગણી દુભાઇ હોય તો તે સમાજના અગ્રણીઓ અને ફિલ્મ નિર્માતાએ સાથે બેસીને ચર્ચા કરવી જોઇએ અને શાંતિથી કોઇપણ વિવાદનું નિરાકરણ કાઢવું જોઈએ. access_time 2:37 pm IST