Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૧મીએ તમામ મતદાન મથકો પર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ

દેવભૂમિ દ્વારકા તા. ૩ : દેવભૂમિ દ્વારકા જિલ્લાની ૮૧-ખંભાળીયા વિધાનસભા મ.વિ.મ. અને ૮૨-દ્વારકા વિધાનસભા વિ.મ.વિ.નાં કુલ ૬૪૩ મતદાન મથકો પર તા.૦૧-૦૧-૨૦૧૮ની લાયકાતની તારીખનાં સંદર્ભેમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ-૨૦૧૮ અંતર્ગત ખાસ ઝુંબેશ તા.૦૪-૦૨-૨૦૧૮નાં રવિવારનાં દિવસે નકકી કરવામાં આવેલ હતુ. પરંતુ નગરપાલિકા/ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના કારણે તા.૧૧-૦૨-૨૦૧૮ના રવિવારનાં રોજ 'ખાસ ઝુંબેશ' દિવસ ચૂંટણીપંચ દ્વારા નકકી કરવામાં આવેલ છે. તેથી તમામ મતદાન મથકો પર બુથ લેવલ ઓફિસરશ્રીઓ દ્વારા મતદાર યાદીમાં નવા નામ દાખલ, નામ કમી, નામ સુધારો કરવા માટેના ફોર્મ વગેરે  જેવી કામગીરી કરવામા આવશે. સવારના ૧૦ કલાકથી સાંજના ૫ વાગ્યા સુધી પોતાના બુથ પર રહીને ફોર્મ સ્વીકારવામાં આવશે તથા મતદારયાદીમાં નામ હોવાની જાણકારીની પણ વ્યવસ્થા કરવામાં આવશે. તેમ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

નાના અને સીમાંત ખેડૂતો જોગ

ખેતીવાડી  ખાતાની AGR-2યોજનામાં હેન્ડ ટુલ્સ કીટ ઘટકમાં અરજી કરવા  માગતા ખેડૂતો આઈખેડૂત પોર્ટલ પર તા.૦૧/૦૨/૨૦૧૮ થી તા.૧૫/૦૨/૨૦૧૮ સુધી દિન-૧૫ માટે ખુલ્લું મુકવામાં આવેલ છે. જે ખેડૂતો લાભ લેવા માંગતા હોય તે આઈખેડૂત પોર્ટલ પર અરજી કરી દિન-૭ માં લગત કચેરીને અરજી તથા જરૂરી સાધનિક કાગળો રજુ કરવા. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદી જણાવાયું છે.

 

(9:45 am IST)