Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

મોરબી જિલ્લામાં નિષ્ફળ બોરકુવાને બંધ તથા ખુલ્લા બોરકુવા પર બોર-કેપ લગાવવા હુકમ

મોરબી તા. ૩ : ખુલ્લા બોરકુવામાં બાળકો પડી જવાના બનાવો બનતા અટકાવવા અને જાહેર શાંતી અને સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાના આશયથી મોરબીના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી કેતન પી. જોષીએ મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં  ખેતીનાં ઉપયોગ માટે ખેડુતો તેમજ અન્ય લોકો દ્વારા ખોદાયેલા અથવા ફેઇલ થઇ ગયેલા બોરકુવા તાત્કાલિક અસરથી પુરાણ કરી બંધ કરવાના હુકમો જારી કર્યા છે. જે બોરકુવા હાલ બિન જરૂરી બિન વપરાશમાં હોય પરંતુ ભવિષ્યમાં તેનો ઉપયોગ કરવાનો હોય તેવા ખુલ્લા રાખેલ બોરકુવાને કેપ નટ-બોલ્ટથી ફરજીયાત ઢાંકી દેવાના રહેશે.

આ હુકમો તા.૨૪/૦૩/૨૦૧૮  સુધી અમલમાં રહેશે, જેનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

(9:45 am IST)