Gujarati News

Gujarati News

News of Friday, 3rd January 2020

ભાણવડના ઢેબર ગામની સીમમાંથી જામગરી બંદુક સાથે ઝડપાયો

ખંભાળીયાઃ ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલીંગ દરમ્યાન પોલીસ હેડ કોન્સ.મસરીભાઇ આહિર તથા બોઘાભાઇ કેસરીયાને હકીકત આધારે રેઇડ દરમીયાન ઢેબર ગામે રહેતા મુસાભાઇ કાસમભાઇ ઉનરાણી (સંધી)ને એક દેશી હાથ બનાવટની જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર) હીથીયાર કિ.રૂ.૫૦૦ની સાથે પકડી લઇ રેકર્ડ કરાવેલ.

આ કાર્યવાહી પીઆઇ એમ.ડી.ચંદ્રાવાડીયા તથા પીએસઆઇ વી.એમ.ઝાલાની સુચનાથી સ્ટાફના માણસો ભરતભાઇ ચાવડા તથા સહદેવસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.

(11:45 am IST)