Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

મોરબી સિરામીક ગ્રુપ ઉપર આવકવેરાનો સપાટોઃ ૧૫ બેંક લોકર્સ અને ૧.૫ કરોડ રોકડ સીઝ

રાજકોટ, તા. ૩ : આવકવેરા વિભાગ દ્વારા આજે સવારથી સિરામીક નગરી મોરબીમાં ટોચની સિરામીક ઈન્ડસ્ટ્રીઝ અને તેની સહયોગી પેઢી ઉપર મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.

મોરબીમાં કોરલ સિરામીક પ્રા. લી. કલેસ્ટોન ક્રિષ્ના સિરામીક, કિશાન ગ્રુપ, કોર્નર ગ્રેનાઈટ, કેપ્શન ગ્રુપ ઉપર વ્હેલી સવારથી આવકવેરા વિભાગના જોઇન્ટ ડાયરેકટર રાજેશ મહાજન, શ્રી સખ્તાવત અને શ્રી ડાંગરના માર્ગદર્શન તળે ૨૦૦ આયકર અધિકારીઓએ ૩૮ સ્થળો ઉપર તપાસ હાથ ધરી છે.

દરમિયાન જાણવા મળતી વિગતો મુજબ આવકવેરા વિભાગે તેમની પ્રાથમિક તપાસમાં થોકબંધ દસ્તાવેજી પુરાવાઓ કબ્જે કર્યા છે. કુલ દોઢ કરોડથી વધુ રકમની રોકડ કબ્જે કરી ૧૫ બેંક લોકર્સ પણ સીઝ કર્યા હોવાનું જાણવા મળે છે.

(4:01 pm IST)