Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

ભાવનગરમાં સુન્ની દા'વતે ઇસ્લામી શાખા દ્વારા બેદિવસીય સુન્ની ઇજતેમાં યોજાયો

 ભાવનગર તા ૦૨ : સુન્ની દા'વતે ઇસ્લામી ભાવનગરની શાખા દ્વાર બે-દિવસીય સુન્ની ઇજતેમાં શહેરના શાંતિલાલ શાહ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. જેમાં અમીરે સુન્ની દા'વતે ઇસ્લામી હઝરત મોૈલાના મુહમ્મદશાકીર રઝવી મુંબઇવાળા, સૈયદ અમીનુલકાદરીબાપુ માલેગાવવાળા, સૈયદ મોમીનબાપુ અમીપરા મસ્જીદના પેરાઇમામ, શઝરત કારી મોહંમદરીઝવાન ખાત મુબંઇવાળા સહિતના મશહુર આલીમો અને મોૈલાના સાહેબોએ ઇસ્લાહી તકરીર ફરમાવી હતી. શનિવારે બહેનો માટે અને રવિવારે ભાઇઓ માટ ઇજેતેમાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં હઝરત સૈયદ અમીનુલકાદરીબાપુ માલેગાવવાળાએ  અઝાન તેઅલ્લાહની દાવત છે, જે મોમીન અઝાન સાંભળીને નમાઝ અદા કરી લે છે. તે સાચો નમાઝી અને મોમીન છે. કોઇપણ ભોગે નમાઝ ન છોડો, નમાઝ કાયમ કરો, ઇન્સાનને નમાઝ જ તમામ બુરાઇઓ અને ગુનાહથી બચાવે છે.

અમીરે સુન્ની દા'વાતે ઇસ્લામી હઝરત મોૈલાના મુહમ્મદ શાકીર સાહેબે જણાવ્યું કે, નમાઝ દુદાને રાજી રાખવા માટે, સાચા દિલથી અને સારી રીતે પઢો, નમાઝ પઢવામાં જલ્દી ના કરો અને ફકત ફોર્માલીટીવાળી કે દુનિયાને દેખાડવા માટેની નમાઝ ના પઢો, અલ્લાહને રાજી રાખવા નમાઝ કાયમ કરો, હઝરત મોૈલાના શાકીર સાહેબે વધુમાં કહ્યું હતું કે , કેટલાક નમાઝીઓ તેવા પણ છે કે જે ફકત પાંચ સમયજી નમાઝ પઢે છે પરંતુ સાથો સાથ ખોટું બોલે છે. અપશબ્દો બોલે છે. બિજા સાથે લડાઇ ઝઘડો કરે છે, બેઇમાની કરે છે, અને ગુનાના કામો પણ કરે છે. તે વ્યાજબી નથી.

શાકીર સાહેબે જણાવ્યું કે બેશક તમે તમારા બાળકોને ઉચ્ચ રિક્ષણ અપાવો, ઇંગ્લીશ મીડીયમમાં ભણાવો પણ સાથો સાથ ઇસ્લામી તાલીમ આપો, કુઆર્ને હાફીઝ અને નેક નમાઝી બનાવો જેથી તમારૂ બાળક ખોટા માર્ગે ન જાય, આ ઇજતેમામાં તેમણે એવી  પણ જાહેરાત કરી હતી કે,  સુન્ની દા'વતે ઇસ્લામી દ્વારા ભાવનગર શહેરમાં શાળા શરૂ કરવામાં આવશે તે માટેની જમીન પણ લેવાઇ ગઇ છે. આ સફળ બનાવવા સુન્ની દા'વતે ઇસ્લામી ભાવનગર શહેર જીલ્લાના મુબ્બલીગો અનેમુસ્લીમ સમાજના આગેવાનો ,કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.(૩.૨)

(12:06 pm IST)